ટીપી બ્રાન્ચ એક મહિના સુધી ડેઇલી ડિમોલિશન કરશે

  • January 18, 2024 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા વિવિધ ટીપી સ્કિમોના રિઝર્વેશનના પ્લોટસ અને રોડ નેટવર્કના કબ્જા લેવાની કાર્યવાહી શ કરવામાં આવી છે જેના અનુસંધાને રાજકોટ શહેરમાં એક મહિનો સુધી ડેઇલી ડિમોલિશન કરાશે. ઉપરોકત હેતુના અનુસંધાને શહેરમાં ટીપી સ્કિમોના વિવિધ પ્લોટસ અને રોડ નેટવર્ક ઉપર ખડકાઇ ગયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવા માટે તાજેતરમાં સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં સેંકડો નોટિસ ઇસ્યુ કરાતાં મહાનગરપાલિકામાં ભલામણોનો મારો શ થઇ ગયો છે. દરમિયાન આજે ૬૭ જેટલા દબાણો હટાવી કુલ .૧૮૧.૩૭ કરોડની કિંમતની ૩૨,૧૮૬ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી.

વધુમાં મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજે વિવિધ ટીપી સ્કિમોના રિઝર્વેશનના પ્લોટસ તેમજ રોડ નેટવર્ક ઉપરના દબાણો અને બાંધકામો દૂર કરાયા હતા જેમાં (૧) મવડી ટીપી સ્કિમ નં.૮ના એફ.પી. નં.૨૬એ બેકબોન પાર્ક ૪૦ ફટ રોડ ઉપરથી એક મકાન અને એક કમ્પાઉન્ડ વોલ (૨) વાવડી ટીપી સ્કિમ નં.૧૫માં એફપી નં.૯બી ગોલ્ડન પાર્ક પાસે, પુનિતનગર મેઇન રોડ ઉપરથી બે ઝુંપડા (૩) વાવડી ટીપી સ્કિમ નં.૧૫ના એફપી નં.૪૪એમાંથી પુનિતનગર પાસેથી એક છાપં અને એક કમ્પાઉન્ડ વોલ (૪) ટીપી સ્કીમ નં.૨૩માં સંતોષીનગર મેઇન રોડ ઉપર એફપી નં.૩માંથી સાત ઝુંપડા (૫) ટીપી સ્કિમ નં.૨૪ના એફપી નં.૧એ સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગરમાંથી ૨૬ ઝુંપડા, (૬) ઉપલાકાંઠે વોર્ડ નં.૪માં ગુદેવ પાર્ક પાસે ટીપી સ્કિમ નં.૧૩ના એફપી ન. આર૨માંથી એક પાકા મનું દબાણ તેમજ (૭) ઉપલા કાંઠે વોર્ડ નં.૪માં ટીપી સ્કિમ નં.૧૩ રાજકોટના એફપી ન.ં સી૬માં થી ૨૬ ઝુંપડા, એક કેબિન અને એક ચબુતરાનું ડિમોલિશન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application