દક્ષિણને વિકાસનું ટીલું: કોઠારીયામાં ટીપી સ્કિમ નં.38ને 39નો ઇરાદો જાહેર

  • November 04, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં હાલ સુધી ફક્ત પશ્ચિમ રાજકોટનો જ વિકાસ થઈ રહ્યો છે તેવી માન્યતા હતી પરંતુ હવે દક્ષિણ રાજકોટ તરફ પણ વિકાસ એ પુરપાટ મૂકી છે આજે કોઠારીયા ટીપી સ્કીમ નંબર 38 અને 39 માટેનો ઇરાદો જાહેર કરીને જમીન માલિકોની મીટીંગ યોજવામાં આવી હતી આ બંને ટીપી સ્કીમો સાકાર થઈએ મહાપાલિકા તંત્રને કુલ 138 પ્લોટ મળશે.


વિશેષમાં મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.70 તા.19-05-2023થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. સદરહુ યોજનાઓની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ.


આ બંને મુસદારૂપ નગર રચના યોજનાઓની ટૂંકી વિગત નીચે મુજબ છે.
મુસદારૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયા
ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.69 તા.19-05-2023થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.38-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ.તે અન્વયે નીચે દશર્વિેલ સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.


કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. 254 થી 257, 267 થી 281, 283 થી 297, 299, 302, 303/2, 333 થી 338 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી
 સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.


યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા)

ઉત્તરે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.30(કોઠારીયા)ની હદ આવેલ છે
દક્ષિણે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.39(કોઠારીયા)ની હદ આવેલ છે
પૂર્વે: ખોખડદડી નદી તથા ત્યારબાદ ગામ કોઠારીયાનાં સર્વે નંબર આવેલ છે
પશ્ચિમે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.31(કોઠારીયા)ની હદ આવેલ છે
યોજનાનું કુલ ક્ષેત્રફળ 1266846 ચો.મી. એટલે કે 126.68 હેકટર જેટલું છે
 યોજના વિસ્તારમાં કુલ 44 સર્વે નંબર અને 96 મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 172 અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે 75 મળીને 247 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 9, રહેણાંક વેંચાણ માટે 12, વાણિજ્ય વેંચાણ માટે 08, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 14 તેમજ ગાર્ડન/ઓપ્ન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 32 પ્લોટ્સ મળીને કુલ 75 અંતિમખંડોની 2,65,218 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.


 248196 ચો.મી. જેટલાં 7.50મી.,9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી. અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.
 સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 36.19 %
 ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 39.97%
 બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 38.67%
 સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી 38.58%
 સદરહુ યોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

મુસદારૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા
ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.70 તા.19-05-2023થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.39-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ.


તે અન્વયે નીચે દશર્વિેલ સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. 298, 300, 301, 308 થી 332 તથા સરકારી ખરાબાનાં સર્વે નં.352 પૈકી
સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.04/11/2023નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.
 જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.


યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા)
ઉત્તરે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.38(કોઠારીયા)ની હદ આવેલ છે
દક્ષિણે: લાગુ ખોખડદડ ગામનાં સર્વે નંબર આવેલ છે
પૂર્વે: ખોખડદડી નદી તથા ત્યારબાદ ગામ કોઠારીયા તથા લાપાસરીનાં સર્વે નંબર આવેલ છે
પશ્ચિમે: ગામ કોઠારીયાનાં સર્વે નંબર આવેલ છે
યોજનાનું કુલ ક્ષેત્રફળ 1506038 ચો.મી. એટલે કે 150.60 હેકટર જેટલું છે
 યોજના વિસ્તારમાં કુલ 29 સર્વે નંબર અને 72 મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 162 અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે 63 મળીને 225 અંતિમખંડ બનાવવામાં આવેલ છે.


 રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 13, રહેણાંક વેંચાણ માટે 11, વાણિજ્ય વેંચાણ માટે 10, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 10 તેમજ ગાર્ડન/ઓપ્ન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 18 પ્લોટ્સ મળીને કુલ 63 અંતિમખંડોની 3,15,309 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.301253 ચો.મી. જેટલાં 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી., 30મી. અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.
સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 40.43 %
ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 39.94%
બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 38.73%
સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી 39.62%
સદરહુ યોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર બંને મુસદ્દારૂપ ટીપી સ્કીમના નકશા તથા આનુસંગિક સાહિત્ય જાહેર જનતાને જોવા માટે મુકવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application