રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ પ્રશ્નકાળ અંતર્ગત પૂછેલા પ્રશ્નો ચચર્મિાં લેવાયા ન હતા પરંતુ મીટીંગ પૂર્ણ થયા બાદ તેમને લેખિતમાં પ્રત્યુતર અપાયા હતા. દરમિયાન આ પ્રત્યુત્તરમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે છેલ્લા ચાર વર્ષમાં સમયગાળામાં ટીપી બ્રાન્ચ દ્વારા કલમ-260(1) અને (2) હેઠળ કુલ 2359 ગેરકાયદે બંધકામોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી જેમાંથી ફક્ત 11 ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું !
કોંગી કોર્પોરેટર કોમલબેન ભારાઇએ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુતરમાં ઝોનવાઇઝ
(છેલ્લા પાનાનું ચાલુ)
અને વોર્ડ વાઇઝ છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં એટલે કે તા.1-4-2020થી તા.30-4-2020 સુધીમાં ગેરકાયદે બાંધકામોને કલમ 260 (1) અને (2) હેઠળ કુલ કેટલી નોટિસો ઇસ્યુ કરવામાં આવી તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે કલમ 260 (1) હેઠળ સમગ્ર શહેરમાં કુલ 2131 નોટિસ અને 260 (2) હેઠળ કુલ 228 નોટિસ અને બન્ને મળીને કુલ 2359 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે જેમાંથી ફક્ત 11 બાંધકામોનું ડિમોલિશન કરાયું છે.
દરમિયાન નોટિસ અપાયા બાદ જે ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન થયું નથી તે શા માટે કરવામાં આવ્યું નથી ?તેવા સવાલના જવાબમાં તંત્રએ લેખિતમાં એવો ખુલાસો કર્યો છે કે ગેરકાયદેસર બાંધકામ અટકાવવા, દૂર કરવા, બિલ્ડીંગ પ્લાન મંજૂર કરવા, રેગ્યુલરાઈઝ કરવા એ વહીવટી પ્રક્રિયાનો ભાગ છે ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ એક્ટ-2022 અંતર્ગત ઉપરોક્ત પૈકી મંજૂરીને પાત્ર હોય તેવા બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાના થાય છે તેથી તેવા બાંધકામો નિયમિત કરવા અરજી રજુ કરાઈ હોય જે મંજૂરીની પ્રક્રિયામાં છે. લેખિત જવાબમાં તંત્ર વાહકોએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે જે બાંધકામો રેગ્યુલરાઈઝ થવાને પાત્ર થતા નહીં હોય તેને દૂર કરવાની કામગીરી હવે આગામી દિવસોમાં તબક્કાવાર કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં હાલ સુધી કોર્પોરેટરો દ્વારા કેટલી ફરિયાદો કરવામાં આવી છે અને તેમાંથી કેટલી ફરિયાદોનો નિકાલ થયો છે તેમજ જો નિકાલ થયો ન હોય તો તેના કારણો આપો તેવા સવાલના પ્રત્યુતરમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યું છે કે હાલ સુધીમાં ઉપરોક્ત સમયગાળામાં વિવિધ કોર્પોરેટરો દ્વારા કુલ 120 ફરિયાદો લેખિત પત્રો પાઠવીને કરવામાં આવેલી છે જેમાં વેસ્ટ ઝોનમાં 17, સેન્ટ્રલ ઝોનમાં 22 અને ઇસ્ટ ઝોનમાં 81 ફરિયાદો કરાઈ હતી.
260(2) હેઠળ નોટિસ બાદ કરાયેલા 11 ડિમોલિશન
ક્રમ વોર્ડ નં. નામ વિસ્તાર
1 11 સુરેશ ભટ્ટી 40 ફૂટ સિમેન્ટ રોડ, આદર્શ એવન્યુ સામે, મવડી
2 12 દિનેશ ગાજીપરા રાજકોટ
3 10 જીજ્ઞેશ ગણાત્રા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં.10
4 7 વત્સલ રજનીકાંત ધાણક સિટી સેન્ટર બિલ્ડીંગ, પેલેસ રોડ
5 7 કરીમપુરા મેમણ મેમણ જમાતખાના ટ્રસ્ટ, હાથીખાના
6 7 ભારત હોઝીયેરી ધર્મેન્દ્ર રોડ
7 7 કૌશિક રાઠોડ પંચનાથ શેરી નં.6 કોર્નર
8 4 વિનોદ હંસરાજ મૂંગરા ભગવતીપરા મેઇન રોડ
9 4 લક્ષ્મીધર નફીસા અબ્દેલઅલી ભગવતીપરા મેઇન રોડ
10 4 હાજી મોહસીન મેમણ ભગવતીપરા મેઇન રોડ
11 4 રહેમતઅલી સિદ્દીકી ભગવતીપરા મેઇન રોડ
અગ્નિકાંડ મામલે ટૂંકમાં અને ગોળ ગોળ જવાબ
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ કોર્પોરેટર વશરામ સાગઠીયા એ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબોમાં ખૂબ જ ટૂંકામાં તેમજ ગોળ ગોળ રીતે પ્રત્યુતર અપાયો છે જેમાં જણાવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન દ્વારા ફાયર સેફટી વિભાગનું એનઓસી લેવામાં આવ્યું ન હતું તેમ જ અગાઉ સપ્ટેમ્બર 2023 માં પણ ગેમ ઝોનમાં આગ લાગી હતી અને ત્યારે મહુડી ફાયર સ્ટેશનમાંથી એક પાણીના ટેન્કર સાથે એક ડ્રાઈવર અને ચાર ફાયરમેન આગ બુઝાવવા માટે ગયા હતા. ટી આર પી ગેમ ઝોનમાં આવેલા ફૂડ કેન્ટીનને ફૂડ રજીસ્ટ્રેશન ઇશ્યૂ કરવામાં આવ્યું હતું, જે ગ્રેવિટી કાફે ના નામથી રજીસ્ટર કરાયું હતું અને તે ફૂડ ઓથોરિટીના ઓનલાઈન પોર્ટલ પરથી રીન્યુ કરવામાં આવ્યું હતું. એકંદરે હાલ સુધી તપાસમાં જે વિગતો ખૂલી છે તે જ વિગતો જનરલ બોર્ડના સવાલના જવાબ સ્વરૂપે લેખિતમાં આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech