ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની જીતનો સિલસિલો ચાલુ છે. ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સુપર-8માં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. હવે ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સુપર-8માં ટીમ ઈન્ડિયા માટે કોઈપણ ભોગે પોતાના ગ્રુપમાં ટોચ પર રહેવું જરૂરી છે. જો ભારતીય ટીમ આવું નહિ કરે તો 27 જૂને યોજાનારી સેમીફાઈનલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપર-8માં એક ગ્રૂપમાં ચાર ટીમો છે અને દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. જ્યારે, સેમિફાઇનલમાં જે ટીમ જીતશે તે ફાઇનલ રમશે. બંને સેમિફાઇનલ 27 જૂને જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ ત્રિનિદાદમાં રમાશે અને બીજી સેમિફાઇનલ ગયાનામાં રમાશે.
આઈસીસી દ્વારા બનાવવામાં આવેલી પ્લેઇંગ-11 શરતો અનુસાર, જો ભારતીય ટીમ સુપર-8માં તેના ગ્રુપ્ની તમામ મેચો જીતીને ટોચ પર રહે છે, તો તેને બીજી સેમિફાઇનલ એટલે કે ગયાનામાં રમવી પડશે. આઈસીસીએ નિર્ણય લીધો હતો કે ટીમ ઈન્ડિયા ગયાનામાં માત્ર બીજી સેમીફાઈનલ રમશે. જોકે તેમાં એક ટ્વિસ્ટ છે. જો ભારતીય ટીમ તેની તમામ મેચો જીતીને ગ્રૂપમાં ટોચ પર રહે છે, તો સેમિફાઇનલમાં વરસાદના કિસ્સામાં તેને ફાયદો થશે. આઈસીસી ત્રિનિદાદમાં પ્રથમ સેમિફાઇનલ માટે અનામત દિવસ રાખ્યો છે, પરંતુ બીજા સેમિફાઇનલ એટલે કે ગયાનામાં સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે નથી. જો 27 જૂને પ્રથમ સેમિફાઇનલમાં વરસાદ થશે તો આ મેચ 28 જૂને રમાશે. જો કે ગયાનામાં વરસાદ પડે અને મેચ કેન્સલ થાય તો સુપર-8માં ટીમોની સ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવશે.
જો ભારતીય ટીમ સુપર-8ના ગ્રુપ-1માં બીજા ક્રમે આવે છે અને ગ્રુપ-2ની ટોચની ટીમનો સામનો કરશે તો ગ્રુપ-2ની ટોચની ટીમ ફાઇનલમાં પહોંચશે. આ કારણે ટીમ ઈન્ડિયા માટે 24 જૂને બાંગ્લાદેશ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને હરાવવું મહત્વપૂર્ણ બની ગયું છે. જો ટીમ ઈન્ડિયા આ બંને મેચ જીતે તો તે ટોપ પર રહેશે અને તેનો મુકાબલો ગ્રુપ-2ની બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. ત્યારે જો સેમીફાઈનલ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો ટીમ ઈન્ડિયાને કોઈ ખતરો નહીં રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેકઅપ કર્યા પછી ન કરો આ ભૂલ, ત્વચા સંબંધિત થય શકે છે અનેક સમસ્યાઓ
November 07, 2024 04:59 PMએરલાઇનનું અસ્તિત્વ ખતમ... સુપ્રીમ કોર્ટે મિલકતો વેચવાનો આપ્યો આદેશ
November 07, 2024 04:57 PMશું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે? CJI ચંદ્રચુડે AI વકીલને પૂછ્યો સવાલ
November 07, 2024 04:48 PM'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની કરશે ડીલ
November 07, 2024 04:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech