IND vs PAK: ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 6 રને હરાવ્યું

  • June 10, 2024 01:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવી દિધુ છે. ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી.



ટી 20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાનની વચ્ચે આજે ન્યૂયોર્કમાં મેચ રમાઈ હતી. આ અગાઉ પાકિસ્તાનની ટીમને આ વર્લ્ડ અમેરિકી જેવી નવી આવેલી ટીમ સામે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ ભારતે પોતાની પ્રથમ મેચ જીતી લીધી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે હાલમાં જ આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યા હતા.


ન્યૂયોર્કના નસાઉ સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનને હવે 120 રનનો ટાર્ગેટ હતો. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 04, રોહિત શર્મા 13, સૂર્યકુમાર યાદવ 07, શિવમ દુબે 03 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે સફળતા મળી હતી.


બીજી ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીએ શાનદાર કવર ડ્રાઈવ ફટકારી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર નસીમ શાહે તેને કેચ આઉટ કરાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 12 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.


પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ અને મોહમ્મદ આમિર


ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application