ભગવતીપરામાં બે પરિવારો વચ્ચે તલવાર, પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા

  • July 22, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભગવતીપરામાં યુવતી સાથે અગાઉ મિત્રતા બાદ લગ્ન પછી પણ મેસેજ કરવા બાબતે શેરીમાં જ રહેતા પરિવાર સાથે માથાકૂટ થતા બંને પક્ષ તલવાર અને ધોકા લઇ સામસામે આવી જતા ત્રણને ઇજા થઇ હતી. માથાકૂટ દરમિયાન ઇનોવા કાર અને બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બનાવ અંગે બી- ડિવિઝન પોલીસમાં સામ સામી ફરિયાદો નોંધાવતા પોલીસે આઠ શખ્સો સામે કાર્યવાહી કરી છે.
શહેરના ભગવતીપરામાં બોરીચા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા રણજીતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ.65) નામના પ્રૌઢે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં શેરીમાં જ રહેતા મયુર દેવાણંદભાઈ મઠિયા તેનો ભાઈ સાગર મઠિયા (ભાજપ કાર્યકર) અને તેની સાથેના કૌટુંબિક ભાઈ હિતેશ ચકુભાઈ મઠિયા, ભરત ચકુભાઇ મઠિયાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, મોટા સાળીના દીકરા છોટુભા પરિવાર સાથે બાજુની સોસાયટીમાં રહે છે. તેની દીકરી ધર્મિષ્ઠા જે હાલ ગાંધીગ્રામમાં સાસરે છે, તેને ઘર નજીક રહેતા મયુર દેવાણંદભાઈ મઠિયા સાથે અગાઉ મિત્રતા હતી જેની જાણ બંને પરિવારને થઇ જતા અગાઉ સમાધાન પણ થઇ ગયું હતું. ગઈકાલે રાત્રે ઘરે હતો ત્યારે બોલાચાલીનો અવાજ આવતા શેરીમાં નીકળીને જોતા છોટુભાની દીકરી ધર્મિષ્ઠાના પતિ તેને તેડવા આવ્યા હતા આથી ત્યાં જતા મયુર મઠિયા અને સાગર મઠિયા તેના કાકાના દીકરા હિતેશ મઠિયા અને ભરત મઠિયા સહિતના પણ શેરીમાં ઉભા હતા જેમાં સાગરના બંને હાથમાં તલવાર હતી. ધર્મિષ્ઠાના લગ્ન થઇ ગયા બાદ પણ મયુર તેને મેસેજ કરતો હોઈ અને ગઈકાલે ધર્મિષ્ઠાના પતિ યશપાલસિંહ તેને તેડવા આવ્યા હોવાની જાણ મયુરને થતા કૌટુંબિક ભાઈઓ એક સંપ કરી તલવાર અને ધોકા સાથે છોટુભાના ઘરે ઘસી આવ્યા હતું અને ઘરની બહાર રહેલા મોટર સાઇકલ અને યશપાલસિંહની ઇનોવામાં ધોકા મારી કાચ તોડી નાખ્યા હતા. અને મયુર રાડો નાખી યશપાલસિંહને કેહવા લાગ્યો હતો કે તું બહાર નીકળજે તને મારી જ નાખવો છે. કહી તલવારનો ઘા મારવા જતા હાથ આડો રાખી દેતા હાથમાં ચરકો પડ્યો હતો. જયારે સાગરએ મીનાબેન અને તેના દીકરા બ્રિજરાજને ધોકો માર્યો હતો. બંને છોડાવતા હોઈ ત્યારે લક્ષમણ મઠિયાના બંને દીકરાઓએ પણ ઢીકાપાટુનો મારમારતા હું છોડાવવા વચ્ચે પડ્યો હતો ત્યારે મયુરએ તલવારનો ઘા મારી ઉપર કરતા આંખના નેણના ભાગે વાગી ગઈ હતી. શેરીમાં દેકારો થતા માણસો ભેગા થઇ ગયા હતા અને કોઈએ 100 નંબર અને 108ને ફોન કરતા 108 મારફતે મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ખંભા અને નેણ ઉપર ચાર જેટલા ટાંકા આવ્યા હતા. પોલીસે રણજીતસિંહની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
જયારે વળતી ફરિયાદમાં ગોકુલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સાગર દેવાણંદભાઈ મઠિયા (ઉ.વ.28)ના એ છોટુભા જાડેજા, તેનો દીકરો બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ અને યશપાલસિંહ ઝાલાનું નામ લખાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા ભાઈ મયુરને છોટુભાની દીકરી ધર્મિષ્ઠા સાથે અગાઉ મિત્રતા હતી તેનો ખાર રાખી ત્રિ મૂર્તિ ચોક ખાતે મને અને મિત્ર ચિરાગ દલાભાઈ વાઘેલા, કૌટુંબિક ભાઈ હિતેશ મઠિયાને બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ, ધર્મિષઠાબાના પતિ યશપાલસિંહએ ગાળો આપી મિત્ર ચિરાગને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ બાબતેની વાતચીત કરવા માટે રાત્રીના નવેક વાગ્યે હું, મારો મિત્ર ચિરાગ વાઘેલા, મારોભાઈ મયુર, કૌટુંબિક ભાઈ હિતેશ અને સંજય અમે બધા છોટુભાના ઘર પાસે જઈ સમજાવવા માટે ગયા હતા ત્યારે અમને ગાળો આપી છત્રપાલસિંહએ તલવાર કાઢી એક ઘા મારા માથાના ભાગે લાગ્યો હતો બીજો ઘા યશપાલસિંહ મારવા જતા હાથ આડો રાખી દેતા કોણીના ભાગે લાગ્યો હતો. મારો ભાઈ મયુર છોડાવવા વચ્ચે પડતા બ્રિજરાજસિંહએ પોતા પાસે રહેલી તલવારનો ઘા માર્યો હતો અને છોટુભા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેમાં અમને ઇજા થતા મને ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું છે કે, મારા કાકા અજયભાઇ અને કરણભાઈ બાઈક લઈને ઘરેથી ગોકુલ હોસ્પિટલએ આવતા હતા ત્યારે ભગવતીપરા શક્તિદેરી પાસે પહોંચતા ઝગડો કરનાર અથવા તેના સગા મોટરસાઈકલમાં આવી પાઇપ વડે હુમલો કરતા અજયભાઈને માથાના ભાગે મારી નાખવાના ઇરાદે હુમલો કરતા ગંભીર ઇજા થઇ હતી. સામસામા હથિયારો સાથેના હુમલામાં પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આઠ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News