મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો મેડલ, સ્વીટી બની વર્લ્ડ ચેમ્પિયન

  • March 26, 2023 12:24 AM 

Aajkaalteam

ભારતીય બોક્સર સ્વીટી પણ વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. આમ મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. પ્રથમ નિતું ઘંઘાસે 45-48 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કરીને જબરી સીધી હાંસલ કરી છે. ત્યારબાદ હવે સ્વીટી 75-81 કીગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો છે. 


75-81 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે

સ્વીટી બુરાએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઈતિહાસ રચી દિધો છે. તેમણે ચીનની લીના મોંઘને હરાવીને 75-81 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. સમગ્ર મેચ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે બરાબરનો જંગ થયો હતો. આ મેચની વાત કરીએ તો પ્રથમ બે રાઉન્ડમાં ત્રણ-બેથી લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ત્રીજા રાઉન્ડ પછી નિર્ણય સમીક્ષા માટે ગયો હતો અને સ્વીટીની તરફેણમાં પરિણામ આવ્યા બાદ તેને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સ્વીટી બીજા રાઉન્ડ બાદ પણ આગળ જ જોવા મળી રહી છે. જો કે તેની લીડ ઘણી નજીક હતી.


ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના કર્યા વખાણ

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર સ્વીટી બૂરાએ જીત બાદ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશની ભૂમિકા વખાણી હતી. તેમણે કહ્યું કે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશને તેની ભૂમિકા સારી રીતે નીભાવી છે. ઘણી રમતો વચ્ચે અમારી રમતની ઈનામની રકમ પણ વધુ છે. અન્ય કોઈ ફેડરેશને બાળકો અને બોક્સરો માટે આટલું કામ ન કર્યુ હોવાનું જણાવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application