શહેરમાં 10 ના સિકકા ચલણી બનાવવામાં પડી ગયો પરસેવો

  • December 09, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

6 વર્ષથી 10 પિયાના સિક્કા ચલણમાં ન હતાં, બેંકોને થયું લાખોનું નુકસાન: મહામુસીબતે અનેક સુચનાઓ બાદ લોકો સ્વીકારતા થયા : એક તબકકે ભિખારીઓ પણ 10 નો સિકકો લેવાનો કરતા હતા ઇન્કાર : આરબીઆઇના લીગલ ટેન્ડરનો અસ્વીકાર કરવાની પરંપરા તુટતી નથી


જામનગરમાં વર્ષ 2018થી ધીમે ધીમે 10 રૂપિયાના સિક્કાનો ચલણ જ બંધ થઈ ગયો હતો. એટલે કે સામાન્ય લોકો અને વેપારીઓએ પણ 10ના સિક્કા સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. છૂટક ખરીદી અને નાની ચૂકવણી કરવા માટે, ભારતીય રિઝર્વ બેંકે બજારમાં 10ની નોટને બદલે 10ના સિક્કા રજૂ કયર્િ છે. પરંતુ અચાનક ખબર નહિ એવું શું થયું કે જામનગરમાં લોકોએ 10ના સિક્કા લેવાનું જ બંધ કરી દીધું. પરંતુ મોટી વાત એ છે કે તે લાંબા સમય સુધી એટલે કે ઘણા વર્ષો સુધી આનું ચલણ બંધ હતું, ભારે ફરીયાદો ઉઠયા બાદ એસબીઆઇ તરફથી અનેક વખત એડવાઈઝરી આપવામાં આવ્યા પછી 10ના સિકકાનો કોઇ ઇન્કાર કરી ન શકે તેવા અહેવાલો અનેક વખત પ્રકાશીત થયા બાદ વર્ષો પછી આજે એ સ્થિતી આવી છે કે, હવે 10નો સિકકો ચલણમાં ચાલવા લાગ્યો છે. જોકે, આ બાબત લોકોને સમજાવવામાં સારા એવા વર્ષિે લાગી ગયા.


શા માટે બંધ થયાં કોઈને ખબર નથી

2018માં જ્યારે ા. 10ના સિક્કા ધીમે ધીમે ચલણમાં બંધ થયા ત્યારે સ્થાનીય વહીવટી તંત્ર કે ના કોઈ જવાબદાર પ્રતિનિધિએ આ જાણવાનો પ્રયાસ પણ ન કર્યો કે શા માટે જામનગરમાં 10ના સિક્કા અચાનક બંધ થઈ ગયા હતા, તેમને ફરીથી ચલણમાં લાવવાના પ્રયાસોની વાત તો બહુ દૂર ની હતી.


હવે જ્યારે વેપારીઓ અને સામાન્ય જનતાને આ વિશે પૂછવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો કહે છે કે બજારમાં નકલી સિક્કાની અફવાઓ હતી, તેથી તેઓએ ચલણ બંધ કરી દીધું હતું અને કેટલાક લોકો કહે છે કે એવી અફવા હતી કે 10ના સિક્કા હવે ચલણમાં નથી સંપૂર્ણપણે બંધ થવાના હતાં, તેથી તે સ્વીકારવાનું બંધ થયું હતું. કેટલાક લોકો તો એવું પણ કહે છે કે આ બધી અફવાઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી અને પરિણામે જામનગરમાં 10ના સિક્કા ફરતા બંધ થઈ ગયા હતા.


આની પાછળની સાચી વાત શું છે તે અંગે ન તો કોઈએ તપાસ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ન તો કોઈએ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.


તેને ફરીથી ચલણમાં લાવતા 6 વર્ષ કેમ લાગી ગયા...?

સૌથી મહત્વની વાત એ છે કે સરકારી ચલણ થોડા સમય માટે કોઈ અફવાને કારણે બંધ થઈ જાય તો સમજી શકાય તેમ છે, પરંતુ 6 વર્ષ આખા જામનગરના બજારમાં છ10ના સિક્કાનો ચલણ બંધ થઈ ગયો હતો અથવા એમ કહી શકાય કે માર્કેટમાંથી સાવ ગાયબ જ થઈ ગયા હતાં અને ત્યારે કોઈને તેનથી ફરક જ ન પડ્યો.


ફાટેલી નોટો અને ઓનલાઈન પેમેન્ટનો બેકઅપ મળ્યો હતો

જામનગરમાં 10ના સિક્કાનો ચલણ બંધ થવા બાદ લોકો 10ના સિક્કાને બદલે ફાટેલી 10ની નોટ લેવાનું પસંદ કરતા હતા, પરંતુ તેઓ 10ના સિક્કા સ્વીકારવાની ચોખી ના પાડી દેતા હતા. જોકે, ઓનલાઈન પેમેન્ટ આવવાના કારણે 10ના સિક્કા બંધ થવાથી બજાર પર બહુ અસર જોવા ન મળી.


ભિખારીઓ પણ 10 ના સિક્કા લેતા ન હતા

10ના સિક્કાને લગતી અફવાઓએ જામનગરના લોકોના હૃદયમાં એવું ઘર કરી લીધું હતું કે સામાન્ય લોકો અને વેપારીઓને તો છોડી દો, ભિખારીઓએ પણ 10ના સિક્કા સ્વીકારવાની ના પાડી દીધી હતી. મફતમાં મળતા હોવા છતાં, કોઈ ભિખારી 10નો સિક્કો લેવા તૈયાર ન હતાં, અને એમને ધરાર સિક્કાઓ આપવા પર તેઓ સ્વાભિમાન સાથે સિક્કા પરત કરી દેતા હતાં.


2.5 કરોડથી વધુ જમા થયા હતા

જામનગરમાં જામનગર અને જામજોધપુરનો સમાવેશ કરીને ચલણો ને જમા કરવા ત્રણ ચલણ ચેસ્ટ સેન્ટર છે. 10ના સિક્કાઓ નો ચલણ બંધ થવાના કારણે જામનગરમાં સ્થિતિ એવી બની ગઈ હતી કે જામનગર સ્થિત માં આશરે 50 લાખના મૂલ્યના 10ના સિક્કા જમાં થઈ ગયા હતા, લગભગ 70 લાખના મૂલ્યના 10ના સિક્કા સેન્ટ્રલ બેંક માં જમા થઈ ગયા હતા, નવાનગર બેંકમાં આશરે 35 લાખના 10ના સિક્કા જમાં થઈ ગયા હતા અને અન્ય સ્થાનીય સહકારી બેન્કોમાં 10ના લગભગ ા.70 લાખના મૂલ્યના સિક્કા જમા થઈ ગયા હતા. એટલે કે, જામનગરની વિવિધ બેંકોમાં 2.5 કરોડથી વધુના 10ના સિક્કા 2024 સુધી જમા થઈ ગયા હતા.

વાસ્તવમાં, દર વર્ષે દિવાળીની આસપાસ,  દેશભરની બેંકોને 10ની નોટ સર્ક્યુલેશન માટે મોકલે છે, પરંતુ 10નાં સિક્કા વધારવાના કારણે,  એ ધીમે ધીમે 10ની નોટોનો સપ્લાય લગભગ ન બરાબર કરી દીધો છે.


બેંકોને લાખોનું નુકસાન

જામનગરની વિવિધ બેંકોમાં 6 વર્ષથી 2.5 કરોડ વધુના 10ના સિક્કા ધીમે ધીમે જમા કરવામાં આવ્યા હતા, જેના કારણે વિવિધ સ્થાનીય બેંકોને તેના પરના વ્યાજમાં લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. જે સમયની સાથે વધતું જ જતું હતું.


ચલણ શરૂ કરવા માટે હજારો પ્રયત્નો કરવા પડ્યા

નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજય શેઠ અને જામનગરના રણજીતસાગર રોડના મેનેજર શૈલેષ કુમાર જેવા ઘણા બેંકરોએ જામનગરમાં બંધ ગયેલ 10ના સિક્કા ની આ સમસ્યા અંગે ને જાણ કરી હતી. ધીમે ધીમે તેમના પ્રયત્નો ફળ્યા અને એ 10ના સિક્કા સંબંધિત અફવાઓને દૂર કરવા માટે 2024 માં કડક પગલાં લીધાં. 2024 ની શરૂઆતમાં સૌપ્રથમ જામનગર વેપારી મંડળ અને મંડળોના પ્રમુખોને બોલાવીને તમામ વેપારીઓની દુકાનો, શોરૂમ અને દુકાનોની બહાર નોટીસો લગાવવા અને જણાવવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે 10ના સિક્કા ન લેવા બદલ સજા થશે. તેમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિ 10 રૂપિયાના સિક્કા ન લે તે અંગે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. ધીમે ધીમે, આ નોટિસના ડરથી, લોકોએ 10 રૂપિયાના સિક્કા પાછા લેવાનું શરૂ કર્યું અને હવે અફવાઓ માત્ર અફવા જ રહી ગઈ છે.


સ્વીકાર ન કરવો એ કાયદેસર ગુનો છે છતાં ચલણ બંધ હતો

માત્ર 10ના સિક્કા જ નહીં,  દ્વારા જારી કરાયેલા તમામ પ્રકારના સિક્કા અને નોટો લેવા માટે કોઈ પણ નકારી શકતાં નથી. જો કોઈ તેને લેવાનો ઇનકાર કરે, તો તેની સામે ની કલમ 124 હેઠળ કેસ નોંધવામાં આવે છે. તેને જેલ પણ થઈ શકે અને ભારે દંડ પણ આપવો પડી શકે છે.

અમે જામનગરમાં 10ના સિક્કાને ફરી ચલણમાં લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કયર્િ અને લાંબા સમય પછી, 2024માં તેને ફરી ચલણમાં લાવી શકાયા - અજય શેઠ (નવાનગર બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર)


હવે 5 પિયાની નોટની હાલત પણ 10 સિક્કા જેમ...?

જામનગરમાં 5 રૂપિયાની નોટ ની સ્થિતિ આવી જ થઈ રહી છે, જેવી સ્થિતિ અગાહી 10 રૂપિયાનાં સિક્કાઓ ની હતી. આ સમજની બહાર છે કે લોકો બજારમાં 5 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કેમ કરી રહ્યા છે. 5 રૂપિયાની નોટનો ઉપયોગ મોટાભાગે છૂટક વેપારીઓ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કરે છે. જામનગરમાં 5 રૂપિયાની નોટ સ્વીકારવાની ના પાડતા આ છૂટક વેપારીઓ અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


14 પ્રકારના સિક્કા આવે છે 10 નાં...

એ દેશભરમાં 14 પ્રકારના 10ના સિક્કા રજૂ કયર્િ છે. આ 14 પ્રકારના 10ના સિક્કા દેશનું ચલણ છે અને તેને લેવામાં માટે કોઈ પણ નકારી શકતાં નથી. આ તમામ 14 પ્રકારના સિક્કા અસલી છે અને તેને સ્વીકારવા જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News