વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે. સુરતના અમરોલી ખાતેની એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. વિવાદ વધતા, જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદિત વીડિયો ડિલીટ કરી દીધો છે.
જલારામ બાપા અંગે ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે, જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે ‘સ્વામી, મારું એક માત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, તેને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા... ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે." નોંધનીય છે કે, આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઇ છે.
જલારામ ભક્તોમાં વિરોધનો સૂર ઊઠ્યો
જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી વીડિયો ડિલીટ કર્યો
વિવાદ વધતા, સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માંગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે,"સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં સત્-સત્ વંદન. સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, "અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે, તે અંગે મેં વાત કરી હતી. તેમ છતાં, જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું."તેમણે વધુમાં જણાવ્યું કે, "આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech