જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત પ્રૌઢને વીજ આંચકો લાગ્યો હતો, અને પટકાઇ પડતાં ઇજા થવાથી તેઓનું અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સુવરડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભુપતભાઈ મગનભાઈ નંદા નામના ૫૮ વર્ષના ભાનુશાળી ખેડૂત પોતાની વાડીએથી ઘેર પરત જવા માટે નીકળ્યા હતા, દરમિયાન પોતાની વાડીની બાજુમાં રહેલા વીજ સબ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે આર્થીગમાંથી વિજ આંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા હતા.
તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર સાગર ભુપતભાઈ નંદાએ પોલીસને જાણતા હતા પંચકોશી એ. ડિવિઝન કોન્સ્ટેબલ એસ.જી. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરંગમતીના પ્રોજેકટના પ્રારંભીક કામ માટેે રુ. ૨૫ કરોડની ફાળવણી
May 14, 2025 10:54 AMભારત - પાક વચ્ચે સીઝ ફાયર માટે મેં ટ્રેડ વેપન અજમાવ્યું: ટ્રમ્પની ફરી શેખી
May 14, 2025 10:53 AMબાંગ્લાદેશ છોડીને પાકિસ્તાની હાઈ કમિશનર ફરાર,અનેક અટકળો
May 14, 2025 10:48 AMપહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય વેબસાઈટો પર 15 લાખ એટેક, માત્ર ૧૫૦ જ સફળ થયા
May 14, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech