BREAKING NEWS

વીરપુર જલારામમાં પીજીવીસીએલના નામે ટોળકી દ્રારા શંકાસ્પદ સર્વેનો પર્દાફાશ

  • May 02, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વીરપુરમાં પીજીવીસીએલના નામે લોકોના ઘરોમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને ખાનગી કંપનીનો સ્માર્ટ મીટર સર્વે કરતી યુવકોની એક ટોળકીનો જાગૃત નાગરિકો દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળ્યો છે, યારે જાગૃત લોકોએ આ યુવકોને પૂછપરછ કરી કે તેઓ શાનો સર્વે કરી રહ્યા છે, ત્યારે યુવકોએ લોકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું હતું કે,તમાં ગામ વીરપુર અગાઉ પીજીવીસીએલના ગોંડલ ડિવિઝનમાં હતું, જે હવે પીજીવીસીએલના જેતપુર ડિવિઝનમાં આવ્યું છે, તેથી અમે જેતપુર ડિવિઝનની સર્વિસ કેવી છે તેનો સર્વે કરી રહ્યા છીએ.
જાગૃત નાગરિકો દ્રારા તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ યુવકો પીજીવીસીએલના નામે નહીં, પરંતુ ખરેખર એક ખાનગી ઈડીએફ કંપની તેમજ સતવા વ્યૂમન કંપનીના સ્માર્ટ મીટરનો સર્વે કરી રહ્યા હતા અને લોકોને અંધારામાં રાખી રહ્યા હતા, જાગૃત લોકોએ આ યુવકો પાસે અધિકૃત ઓળખપત્ર (આઈ–કાર્ડ) માંગતા તેમની પાસે પીજીવીસીએલ કે કોઈપણ ખાનગી કંપની દ્રારા નિયુકત કરાયેલા હોવાના કોઈ જ દસ્તાવેજ કે આઈ–કાર્ડ ન હતા, સ્થાનિક લોકો દ્રારા સ્માર્ટ મીટરના સર્વેનો ઉગ્ર વિરોધ કરવામાં આવતા અને સવાલોનો મારો ચલાવતા જ આ યુવકો સર્વે અધૂરો મૂકીને ત્યાંથી નાસી છૂટા હતા. વીરપુરના સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્રારા આ ઘટના અંગે ચિંતા વ્યકત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application