↵નાગેશ્ર્વર મંદિરમાં પૂજાના હક્કો માટે ભાઈઓ વચ્ચેના વિવાદમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા?
વિશ્વના શિવજીના જ્યોતિલિંગ તરીકેના બાર મંદિરો પૈકીના તાલુકાના નાગેશ્વર ગામે આવેલ શ્રીનાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના ભક્તોને સેવા આપવાના હક્ક માટે એક જ પરિવારના બીજી-ત્રીજી પેઢીના વારસાદારો વર્ષોથી ચેરિટી કમિશનર અને હાઇકોર્ટમાં લડી રહ્યાં છે અને ભાઈઓ વચ્ચે થયેલ સમજૂતી મુજબ દરેક ભાઈઓના દર વર્ષે દીપાવલીથી દીપાવલીના એક વર્ષના વારા પ્રમાણે મંદિરમાં સેવા પૂજા કરવી અને કરાવવી ના હક્કો નક્કી થયેલ.
પરંતુ હાલના પૂજારી દ્વારા તેમના જ ભાઈઓના વંશ-વારસોને તેમના હક્ક ના આપી કબ્જો બલવાન ન્યાયે મંદિર પર છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટ કેસ ચેરિટી કમિશનરમાં વાદ વિવાદો ઉભા કરી મંદિરનો વહીવટ અન્ય ભાઈઓને ના સોંપતા રાજ્યની હાઇકોર્ટ દ્વારા છ માસ પૂર્વે હાલના પૂજારી ગિરધર ભારથી ગોસ્વામીને સોંપવા હુકમ કરેલ અને તેમાં કોઈ અડચણ કે કાયદો વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ ઉભી ના થાય તે જોવાની જવાબદારી સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપેલ.
પરંતુ સ્થાનિક પોલીસ અધિકારી દ્વારા આ પ્રશ્ને હાઇકોર્ટના ઓર્ડરની વ્યાખ્યા કાયદા મુજબ કરવાના બદલે મનઘડત કરતા આ પ્રશ્નનો નિકાલ ના આવતા હકકદાર પૂજારી દ્વારા અહીંની કોર્ટમાં હાઇકોર્ટના હુકમનો અમલ કરાવવાની માંગણી સાથે કેસ કરાતા કોર્ટે ગત તા.૧૩.૦૧.૨૪ના હુકમ કરી પોલીસને ફરિયાદીને મંદિરમાં આવતા-જતાં કે સેવા પૂજા કરતા કે કરાવતા કોઈ અટકાવે નહીં તેવો હુકમ કરતા ફરિયાદી હસમુખભારથી તા.૧૭.૦૧.૨૪ના રોજ અગાઉથી કોર્ટ હુકમની નકલ જે તે પોલીસના જવાબદાર અધિકારીને રૂબરૂ આપી નાગેશ્વર મંદિર પર પોતાના કુટુંબીજનો સાથે ગયેલ ત્યારે હાલ ના કબ્જેદાર ગીરધર ભારથી અને પોલીસે મીલીભગત કરી કોર્ટના હુકમનો ખુલ્લેઆમ ભંગ કરી ફરિયાદી હસમુખ ભારથી અને તેમના કુટુંબીજનોને મંદિરમાં પ્રવેશતા અટકાવી ખોટી માથાકૂટ કરી અને કરાવી ફરિયાદીને ગુન્હેગાર બનાવવા માફક ફરિયાદી અને અન્ય સ્ત્રી પુરુષો મળી કુલ્લ ૧૫ વ્યકતિઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આ વિવાદમાં સહ ભાગીદારી જેવી કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ હોય ફરજ પરના પોલીસ અધિકારી, કોન્સ્ટેબલો અને કબ્જેદારના કુટુંબીઓ મળી કુલ્લ દશ વ્યક્તિઓ વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૨૯૧.૧૪૩.૧૪૭.૫૦૭(૧).૧૧૪ મુજબ ફરિયાદ કરવામાં આવ્યા નું બહાર આવેલ છે.