મહુવા તાલુકાના મોટા ખુંટવડા પાસે સિંહનું શંકાસ્પદ મોત: મૃતદેહ મળ્યો

  • August 31, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહુવાના મોટા ખુટવડા ગામ પાસે એક સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે મહુવાના વન વિભાગના અધિકારીઓને મૃત્યુ પામેલા સિંહનું મૃત્યુ અંગે ઉચ્ચ અધિકારીઓ મૌન વ્રત રાખીને કઈ બન્યું જ ન હોય તેમ જણાવી રહ્યા હતા જ્યારે મહુવાના અધિકારી ફોન ઉપાડવાનું ટાળ્યું હતુ.
જાણવા મળતી વિગત મુજબ મહુવા તાલુકાના મોટા ખુટવડા આવેલ રેવન્યુ વિસ્તારમાં બે થી ત્રણ વર્ષના સિંહનું અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતથી સમર્થન આપતા ડી સી એફ જયવંત પટેલ દ્વારા સિંહ મૃત્યુ થયું હોવાનું સમર્થન આપ્યું હતું. જોકે આ બાબતે મહુવાના રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને ફોન કરતા તેમણે ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું અને સિંહના મૃત્યુ અંગે અધિકારી મૌન વ્રતમાં રહીને કશું બન્યું જ ન હોય અને પ્રાથમિક માહિતી છુપાવતા હોય છે.
મોટા ખુટવડા ગામમાં સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આ સિંહનું મૃત્યુ વીજશોક થી મોત થયેલ હોય એવું સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળ્યું હતું આ બાબતે સિંહના કયા કારણે મૃત્યુ થયું છે તે બાબતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તટસ્થ પણે તપાસ કરે અને સિંહના મૃત્યુના કારણો માટેના જવાબદાર લોકો ભૂલા પડે ખુલ્લા પડે અને હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા સિંહના મૃત્યુ અંગે કઈ દિશામાં તપાસ કરે છે અને સિંહના મૃત્યુ જવાબદાર લોકો સામે કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું બે થી ત્રણ વર્ષના સિંહનું મૃત્યુ થતાં પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યાં હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application