જૂનાગઢ સાંસદ તરીકે રાજેશ ચુડાસમા હેટ્રિક નોંધાવશે કે પરિવર્તનનો પવન ફૂંકાશે તે અંગે સસ્પેન્સ

  • June 03, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ લોકસભાની બેઠક માટે આવતીકાલે કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી નાર છે. જુનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ માંથી  રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવા વચ્ચે કસોકસ નો જંગ ખેલાયો હતો જો કે ગત લોકસભાની ચૂંટણી કરતા જૂનાગઢ લોકસભાનું મતદાન ઓછું રહ્યું હતું ત્યારે આવતીકાલે મત પેટી ખોલતા આગામી પાંચ વર્ષ માટે સાંસદ તરીકે રાજેશભાઈ ચુડાસમા હેટ્રિક નોંધાવશે કે હીરાભાઈ જોટવા મેદાન મારશે તે અંગે લોકોની મીટ મંડાઈ છે. મતગણતરી ને લઇ કૃષિ યુનિવર્સિટી આસપાસના વિસ્તારોમાં ડીએસપી, ડીવાયએસપી, એસ આર પી, એલસીબી અને એસ ઓ જી સહિત ૫૦૦ થી  વધુ  કર્મીઓ સ્ટેન્ડ બાય રહેશે.

જૂનાગઢ લોકસભા બેઠકમાં  ૫૮.૮૭ ટકા મતદાન યું હતું .જેમાં સાત વિધાનસભા બેઠકો પૈકી સૌી વધુ સોમના બેઠક પર ૭૦.૧૬, જૂનાગઢમાં ૫૪.૫૦, માંગરોળ ૬૨.૯૦, તાલાળા ૬૦.૭, કોડીનાર ૬૦.૭૧, ઉના ૫૮.૧૭ ટકા મતદાન યું હતું. ૧૭,૯૫,૧૧૦ મતદારો પૈકી ૫,૭૪,૫૩૦ પુરુષો, ૪,૮૨,૨૬૪ મહિલા  મળી કુલ ૧૦,૫૬,૮૦૩ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન પૂર્ણ યા બાદ સાતેય વિધાનસભા બેઠકના ૧૮૪૭ ઇવીએમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. આવતીકાલે યોજાનાર મત ગણતરી માટે વિધાનસભા બેઠકો વાઈસ કૃષિ યુનિવર્સિટી ખાતે સાત રૂમમાં ઇવીએમ ની ગણતરી તા પોસ્ટલ બેલેટ માટે અલગી રૂમ ફાળવવામાં આવ્યો છે. આવતીકાલે  જિલ્લ ા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયા ના માર્ગદર્શન હેઠળ સવારે પ્રમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે જુનાગઢ લોકસભા બેઠક માટે ૧૧,૫૦૦ જેટલા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યું છે ત્યારબાદ ઇવીએમ દ્વારા મત ગણતરી શરૂ કરાશે. મતગણતરી ને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આવતીકાલે કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ખાતે નારી મત ગણતરીમાં કુલ ૧૩૬ રાઉન્ડમાં મત ગણતરી શે દરેક વિધાનસભા દીઠ ૧૪ ટેબલ ઉપર મત ગણતરી કરાશે. સાત વિધાનસભાના ૯૮ અને ૩૦પોસ્ટલ બેલેટ ના ટેબલ મળી કુલ ૧૨૮ ટેબલ પર ૧૨૬ માઈક્રો ઓબ્ઝર્વર, ૧૨૬કાઉન્ટિંગ સુપરવાઇઝર, ૧૩૬કાઉન્ટિંગ આસિસ્ટન્ટ સહિત ૫૫૦  થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. સાત વિધાનસભામાં ૧૩૬ રાઉન્ડમાં મતગણતરી કરાશે.સૌ પ્રમ પોસ્ટલ બેલેટ ની ગણતરી શે જેમાં કાઉન્ટિંગ સુપરવાઇઝર મદદની માઈક્રો ઓબ્સર્વર અને એઆરઓ સહિત સ્ટેન્ડ બાય રહેશે.જૂનાગઢની સાત વિધાનસભા બેઠકમાં ૧૮૪૭ ઇવીએમ માટે અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી શે.જેમાં જૂનાગઢ અને વિસાવદર બેઠક માટે ૨૧, ઉના ૨૦,સોમના તાલાળા અને કોડીનાર માટે ૧૯, અને સૌી ઓછા માંગરોળ બેઠક માટે ૧૭ રાઉન્ડમાં મત ગણતરી શે. જોકે મત ગણતરી પ્રારંભ યાના ત્રણી ચાર કલાકમાં જ હાર અને જીતનો અંદાજિત અનુમાન આવી જશે પરંતુ જૂનાગઢ લોકસભા બેઠક પર આવતીકાલે કમળ ખીલશે કે પંજો મેદાન મારશે તે અંગે  લોકોની મીટ મંડાઈ છે. 

મતગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગની ૪ ટીમ સ્ટેન્ડ બાય
કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે મત ગણતરી કેન્દ્ર ખાતે ગરમીની અસરી કર્મચારીની તબિયત ન લડે તે માટે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાની બે મળી કુલ ચાર ટીમ ઓઆરએસ, દવા, ગ્લુકોઝ, મેડિકલ કીટ સો મેડિકલ ઓફિસરની ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ  સ્ટેન્ડબાય  રહેશે.

આવતીકાલે મધુરમી સરદાર ચોક અને સરદાર બાગી મોતીબાગ સુધીના રસ્તા ડાયવર્ટ કરાયા
આવતીકાલે કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી નાર છે ત્યારે મતગણતરી કેન્દ્ર ખાતે જૂનાગઢ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંી  મોટી સંખ્યામાં લોકો એકઠા નાર હોય જેી ટ્રાફિક અને કાયદો વ્યવસની સ્િિત જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા  મતગણતરી કેન્દ્ર આસપાસના ૨૦૦ મીટર ના વિસ્તારોમાં ચારી વધુ લોકોને એકઠા ન વું, સરઘસ તા સભા ન કરવી મત ગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર તા મતગણતરી કેન્દ્ર ખાતે પાસ વગર પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ જળવાઈ રહે તે માટે મધુરમ બાયપાસી સરદારચોક તરફ જતા રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.મધુરમ બાયપાસી આવતા તમામ ભારે વાહનો ખામધ્રોળ ચોકડીી મજેવડી દરવાજા, ગીરનાર દરવાજા રીંગ રોડ તરફ , બાઈક અને કાર સહિતના વાહનો ચોબારી ફાટક તા ઝાંઝરડા ચોકડી ઇ પસાર ઈ શકશે.વિસાવદર, બિલખા, મેંદરડા તરફી આવતા વાહનો આગાખાન, સરદાર બાવલા, કાળવા ચોક, દાતાર રોડ, ગીરનાર દરવાજા રીંગ રોડ મજેવડી દરવાજા ઇ પસાર શે.ઉપરાંત ઝાંસીની રાણી સરદારબાગી મોતીબાગ તરફ જવા  તમામ વાહનોની અવર-જવર પ્રતિબંધ લગાવી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.મંગળવારે શહેરના મુખ્ય માર્ગોને ડાયવર્ટ કરવામાં આવતા શહેરીજનો અને બહારી આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application