યાદ :સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ભાવુક થઈ અંકિતા લોખંડે, વિડીયો કર્યો શેર

  • January 16, 2021 09:10 PM 195 views

સુશાંત સિંહ રાજપૂતે જે રીતે દુનિયાને અલવિદા કહ્યું તે માત્ર આઘાતજનક હતું અને ચાહકો હજી પણ તે ઘટનાના આઘાતમાં છે. સુશાંત સિંહ રાજપૂત હવે તેના પ્રિયજનોની યાદોમાં જ છે. સુશાંતના અવસાન પછી તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેને માત્ર આંચકો જ નહોતો પહોંચ્યો પરંતુ તે આજદિન સુધી આ દુ:ખમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી શકી નથી. અંકિતા સોશિયલ મીડિયા દ્વારા સમય સમય પર સુશાંતને યાદ કરે છે. અને સુશાંતને સતત ન્યાય મળે તેવી માંગ કરી રહી છે. તાજેતરમાં જ અંકિતાએ મકરસંક્રાંતિના દિવસે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આવી જ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે સુશાંતની ફિલ્મ 'કાય પો છે' નું ગીત સાંભળીને યાદોમાં ખોવાયેલી જોવા મળી રહી છે.

 


અંકિતાએ આ પોસ્ટનો એક વીડિયો સુશાંત માટે શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે પણ હું આ ગીત સાંભળીશ ત્યારે મારા રોમટા ઉભા થઇ જશે. શું ફિલ્મ હતી આ. ઘણી બધી યાદોની સફર હતી આ. આ વીડિયોમાં અંકિતા પતંગ ઉડાડતી જોવા મળી રહી છે. તેમજ વીડિયોમાં અંકિતાનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન 2020ના રોજ તેમના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંતના અવસાન પછી આખા બોલિવૂડમાં ઘણી ચર્ચાઓ થઈ હતી. ચાહકોએ પણ સુશાંતને ન્યાય અપાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું હતું. અંકિતા લોખંડેએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. અંકિતા અને સુશાંતે એકતા કપૂરના શો પ્રિત રિશ્તામાં સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન, બંનેની નિકટતા વધી હતી અને તેઓ લગભગ સાત વર્ષ રિલેશનશિપમાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application