સુશાંતની બહેને નરેન્દ્ર મોદીને કરી અપીલ, કહ્યું કે મને ડર છે કે સબુત સાથે થઇ શકે છે ચેડાં

  • August 01, 2020 11:32 AM 477 views

બોલિવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતે ૩૪ વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા પ્રશંસકોને ખુબ મોટો ફટકો લાગ્યો છે. અભિનેતાના મૃત્યુ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. અભિનેતાના મૃત્યુ પછી રોજ નવી નવી બાબતો ખુલ્લેઆમ સામે આવી રહી છે.


સુશાંતના પિતા કે.કે.સિંઘે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને ખૂબ ગંભીર આરોપો પણ લગાવ્યા છે. બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ દ્રારા સોશિયલ મીડિયા પર ન્યાય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યેા છે. સુશાંતની બહેને તેના ભાઈને ન્યાય મળે તે માટે અપીલ કરી છે. હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટિટર એકાઉન્ટ પર એક જાહેર ટિટ કરીને  નરેન્દ્ર મોદી સાથે તેના મનની વાત કરી છે. શ્વેતાએ  મોદીને ટીટ કરીને લખ્યું કે, હત્પં સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હત્પં સમગ્ર મામલાની તાકીદે તપાસની વિનંતી કં છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.


સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે  નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. તેણે ટીટમાં લખ્યુ છે કે મારા ભાઇનો કોઇ ગોડફાધર ન હતો. તે ખુબજ સાધારણ પરિવારથી આવતો હતો. તેણે ફિલ્મોમાં ખુબજ મહેનત કરી હતી. સુશાંતના મામલે સત્ય બહાર આવવું જ જોઇએ. મને ડર છે કે જો ટુંક સમયમાં કોઇ કાર્યવાહી નહી થાય તો સબુત સાથે ચેડા કરવામાં આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application