સુશાંતની ફાર્મહાઉસ પાર્ટીમાં પહેલાં આવતી સારા અને પછી આવતી રિયા

  • September 15, 2020 10:18 PM 162 views

સુશાંતસિંહ અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો NCBએ એની તપાસ ઝડપી કરી છે. આ દરમિયાન સુશાંતના ફાર્મહાઉસનું ચેકિંગ કરવામાં આવતા ત્યા અનેક બાબતોના ખુલાસા થયા છે. એક ટીવી ચેનલને સુશાંતના ફાર્મહાઉસના મેનેજરે જણાવ્યું હતું કે સુશાંતની પાર્ટિમાં પહેલા સારા અલી ખાન આવતી હતી, અને પછી રિયા ચક્રવર્તી આવવા લાગી.

 

મેનેજર રઈશે જણાવ્યું હતું કે સુશાંતના ફાર્મહાઉસ પર પાર્ટીઓ થતી ત્યારે અનેક બોલીવુડ હસ્તીઓ આવતી હતી. મેનેજરે સારા અલી ખાનનું નામ પણ લીધું હતું. મેનેજરે સુશાંતને ડ્રગ્સ લેતા નથી જોયો પરંતુ તેને સ્મોકિંગ પેપર મંગાવ્યાનું કહ્યું હતું. રિયાનું ફાર્મ પર આવવા જવાનું એપ્રિલથી શરૂ થયુ હતુ અને 31 એપ્રિલે બર્થડે પાર્ટીમાં રિયાના માતાપિતા પણ આવ્યાં હતાં.

 

મેનેજરે વધુ વાત કરતા કહ્યું હતું કે, ‘સુશાંતસિંહ યુરોપ ટ્રીપ પરથી પરત ફર્યા પછી તેની તબિયત બરાબર નોહતી રહેતી. તેઓ આઈલેન્ડ પણ જતા અને બોટિંગ પણ કરતા પરંતુ તેની તબિયત થીક નોહતી. તેમના સુસાઈડના એક દિવસ પહેલા એકટરે ફાર્મહાઉસમાં રહેતા તેના ત્રણ ડોગીના નામે ફંડ ટ્રાન્સફર કર્યુ હતું.’  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application