BREAKING NEWS

નવી હોર્ડિંગ અને કિઓસ્ક સાઇટ્સ ઉભી કરવા સર્વે

  • October 30, 2025 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યૂ રિંગ રોડ, મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ સાઇટ્સ અને જ્યાં સેન્ટ્રલ ડિવાઇડર નિર્માણ થયા હોય ત્યાં કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરાશે



રાજકોટ શહેરમાં ૨૦૨૦માં નવા પાંચ ગામો ભળ્યા બાદ વિસ્તાર વધતા હવે નવા વિસ્તારોમાં નવી હોર્ડિંગ સાઇટ્સ તેમજ જ્યાં આગળ નવા ડામર રસ્તા અને સેન્ટ્રલ ડિવાઇડરનું નિર્માણ થયું હોય ત્યાં આગળ કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવા માટે એસ્ટેટ બ્રાન્ચ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં એસ્ટેટ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા મુજબ, ન્યૂ રિંગ રોડ, મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ સાઇટ્સ અને જ્યાં સેન્ટ્રલ ડિવાઇડર નિર્માણ થયા હોય ત્યાં કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવામાં આવશે. તદઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના પિકનિક પોઇન્ટ્સ કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓની અવરજવર રહેતી હોય ત્યાં નવી હોર્ડિંગ સાઇટ્સ ઉભી કરવાનું વિચારાધિન છે.



ટીપી બ્રાન્ચમાંથી મોકાના પ્લોટનું લિસ્ટ મંગાયુ

રાજકોટ શહેરના નવા ભળેલા વિસ્તારોમાં આવેલા વિવિધ ટીપી સ્કિમોના મેઇન રોડ ટચ તેમજ રોડ કોર્નરના પ્લોટ્સનું લિસ્ટ એસ્ટેટ બ્રાન્ચે મંગાવ્યું છે જેથી મોકાના પ્લોટ હોય તેમાં નવી હોર્ડિંગ સાઇટ્સ ડેવલપ કરી શકાય. જો કે હજુ સુધી ટીપી બ્રાન્ચે આ લિસ્ટ એસ્ટેટ બ્રાન્ચને મોકલ્યું નથી. નવા ગામો ભળ્યા બાદ રૂડા હસ્તકની ટીપી સ્કિમોના જે પ્લોટ્સ મહાપાલિકાને મળ્યા છે તેમાંથી મોટાભાગના પ્લોટ્સ દબાણગ્રસ્ત છે ! તે વાસ્તવિકતા છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application