રીવરફ્રન્ટ યોજનાને વેગવાન બનાવવા બચુનગર વિસ્તારમાં સર્વેક્ષણ શરૂ

  • February 08, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં રૂ. ૬૦૦ કરોડના ખર્ચે મહત્વનો એવો રીવરફ્રન્ટ પ્રોજેકટ બની રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી આ યોજનાનો ઝડપી અમલીકરણ થાય તે માટે કોર્પોરેશનના વિવિધ ખાતાના અધિકારીઓ દ્વારા સતત બીજા દિવસે પણ કાર્યવાહી થઇ રહી છે, આજે બચુનગર વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, આગામી દિવસોમાં રીવરફ્રન્ટ યોજનામાં આવતા તમામ વિસ્તારોનું સર્વેક્ષણ થશે.

કોર્પોરેશનની પ્રોજેકટ પ્લાનીંગ શાખા, એસ્ટેટ શાખા, ટીપી-ડીપી અને ટીપીઓ શાખાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ જયાં રીવરફ્રન્ટ બનવાનો છે તે જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતું અને આ જગ્યા ઉપર કેટલા અનઅધિકૃત બાંધકામો છે તેનો પણ સર્વે કરી રહી છે, સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવે તે પહેલા જ ડીમોલીશનની તમામ કામગીરી પુરી કરી લેવામાં આવે તેવી શકયતા છે, હજુ ગયા અઠવાડીયે જ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને એસપી પ્રેમસુખ ડેલુ વચ્ચે મંત્રણા થઇ હતી અને ઝડપથી રિવરફ્રન્ટ શરૂ  થાય તે માટે ઓપરેશન ડીમોલીશન શરૂ  કરવામાં આવશે. 


નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, નિતીન દીક્ષીત, સુનીલ ભાનુશાળી, ટીપીઓ શાખાના ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ, પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની સહિતના અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને બચુનગરથી લાલપુર બાયપાસ ચોકડી સુધી સરકારી જમીન ઉપર કેટલા મકાનો ગેરકાયદેસર બંધાઇ ગયા છે તેનો પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. 

રાજય સરકાર દ્વારા રીવરફ્રન્ટ માટે ખાસ પેકેજ આપવામાં આવશે તેવી વાત કરી હતી અને જામનગર મહાપાલીકાના પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠન પાંખના પદાધિકારીઓ દ્વારા પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગ‚પે ટુંક સમયમાં સરકાર દ્વારા રીવરફ્રન્ટ માટેના નાણા રીલીઝ કરવામાં આવે તેવી શકયતા છે.

​​​​​​​

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application