કોઠારિયા રોડ પર રામનગર–૬માં રહેતા અને ઘર નજીક રણુજા મંદિર પાસે અવધ સેલ્સ એજન્સી નામ પાન–બીડીના હોલસેલ વેપાર ધરાવતા હસમુખ દુદાભાઈ રૈયાણી ઉે.વ.૪૩ નામના વેપારીને સુરતની મનિષા નામની યુવતી અને પોલીસનો સ્વાંગ રચનારા યુવતીના બે સાગરીતો અરવિંદ આંબાભાઈ ગજેરા રહે.ભગવતીપરા–૨૦ તથા કિશન સીંગાસન કુશ્ર્વાહ રહે.આનંદનગર નામના શખસે મળી ગાંજાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૭૭ લાખ રૂપિયા પડાવ્યાનો બનાવ આજી ડેમ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે વેપારીને મસાજના નામે ફસાવી હનીટ્રેપ કરનાર ત્રિપુટીને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદની પ્રા વિગતો મુજબ હસમુખને ગત મહિને તા.૧૭ના રોજ એક કોલ આવ્યો હતો જેમાં યુવતીએ પોતે પટેલની દીકરી છે તમે સેવાનું કામ કરો છો પૂછતા હસમુખે હા કહી હતી. ત્યારબાદ યુવતીએ દિવસ દરમિયાન કોલ કરીને મીઠી મીઠી વાતો કરી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. મસાજ કરાવવા માટે વેપારીને બીજા દિવસે તા.૧૮ના રોજ રાત્રે નવેક વાગ્યે ગૌરીદડ ખાતે બોલાવ્યો હતો. લાલચે વેપારી બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવતી ગૌરીદડ બસ સ્ટેશન પાસે નંબર પ્લેટ વિનાના એકિટવા સાથે મોં પર દુપટ્ટો ઢાંકીને પહોંચી હતી. વેપારીને બાઈક ત્યાં રખાવી પોતાના એકિટવામાં બેસાડી લીધા હતા.
ગૌરીદડથી આગળ મોરબી રોડ પર એકિટવા પર એક શેરીમાં છેલ્લ ે મકાન હતું ત્યાં એકિટવા ઉભુ રાખી દીધું હતું. થોડી જ વારમાં બે શખસો ધસી આવ્યા અને વેપારીને પકડીને બળજબરીથી મકાનમાં લઈ ગયા હતા જયાં યુવતી ગાંજાની સપ્લાયર છે અને તું તેનો ભાગીદાર છે. યુવતીને તો બહારથી જ સાહેબ આવી ગયા અને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. કહી હસમુખનો મોબાઈલ બન્નેએ લઈ લીધો હતો.
મોબાઈલમાં વીડિયો ઉતારવા લાગ્યા. હસમુખને કપડાં ઉતરાવ્યા અને એ અવસ્થાનો પણ વીડિયો બનાવી લીધો હતો. બાદમાં જો ગાંજાના કેસમાંથી બચવુ હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો ફીટ કરી દેશું કહી ધમકાવતા ડરી ગયેલા યુવકે પરિચિત મિત્ર પંકજભાઈ રામજીભાઈ દોંગાને ફોન કરી જય સરદાર કો.ઓ.મંડળી સંચાલક પંકજભાઈ પાસેથી વેપારીને ત્રણ લાખ આપવાના છે કહી હત્પં મારા બનેવીને મોકલું છું કહી ત્રણ લાખ બનેવી ચંદ્રેશભાઈ ભંડારી મારફતે મગાવી આપ્યા હતા.
ત્રણ લાખ ઉપરાંત ખિસ્સામાં રહેલા ૧૫૦૦૦ કાઢી લીધા અને એટીએમ કાર્ડ લઈ લીધું હતું. તેમાંથી પંદર હજાર ઉપાડયા, ગૌરીદડ બાઈક પાસે લાવીને હસમુખને મુકત કરી દીધા હતા. ત્યાર પછી તા.૨૦, તા.૨૪ અને ૨૫ના રોજ એટીએમ થકી રૂપિયા વીડ્રો કરી લીધા હતા. ગત તા.૨ના હસમુખ ઈકો વેનમાં પાન–બીડી, તમાંકુ માલ લઈને ગામડાઓમાં ડિલેવરી માટે જતો હતો ત્યારે ફરી બન્ને શખસોએ બાઈક પર આવી રસ્તામાં આંતર્યેા હતો. આવીને કહ્યું કે તારી સાથે જે લેડિઝ હતી તે મરી ગઈ છે. ગાંજો બધો તારો છે જેથી તારે બચવુ હોય તો બીજા ૩ લાખ અર્જન્ટ આપવા પડશે.
ફસાયેલા હસમુખ મિત્ર ગઢડા ગામ પાટિયા પાસે હોટલ ધરાવતા સતુભા જાડેજાનો સંપર્ક કરી દોઢ લાખની વ્યવસ્થા તેમની પાસેથી કરાવી આપી હતી. બીજા દોઢ લાખ ફરી પંકજભાઈ દોંગા પાસેથી લઈને આપ્યા હતા. પ્લાન મુજબ સુરતની મનિષાએ હસમુખને પ્રેમજાળમાં ફસાવી મસાજના નામે લઈ જઈ ૬,૭૭,૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા. બનાવ સંદર્ભે હસમુખે ઘરના સભ્યોને વાત કરી હતી ત્યારબાદ ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં પોલીસનો ડી સ્ટાફનો સ્વાંગ રચનાર બન્ને શખસોએ માર પણ માર્યાનો ઉલ્લ ેખ કરાવ્યો છે. પીઆઈ એલ.એલ.ચાવડા, તથા ટીમે તાત્કાલિકપણે બન્ને શખસોને સકંજામાં લઈ મનિષાને પણ પકડી લેવા તજવીજ હાથ ધરી છે. અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech