જામનગર જિલ્લા કલેકટરની ધ્રોલની સરપ્રાઇઝ મુલાકાત

  • July 07, 2021 10:25 AM 

પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની કામગીરીથી વાકેફ થયા

જામનગર જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ તેમનો ચાર્જ સંભાળ્યા પછી ગઇકાલે ધ્રોલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી, તેઓએ ધ્રોલ પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ સ્થાનિક પ્રશ્ર્ન તેમજ કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીથી વાકેફ થયા હતા.

જામનગર જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ ચાર્જ સંભાળ્યાની સાથે જ જિલ્લાભરની તમામ જાણકારી માટે ગઇકાલે ધ્રોલની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. તેઓની આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી એચ.પી. જોશી સાથે ચચર્િ વિચારણાઓ કયર્િ બાદ મામલતદાર બી.એન. કણઝારીયા સાથે સ્થાનિક કક્ષાના મહત્વના મુદ્દાઓ અંગે જાણકારી મેળવી હતી, તેમજ લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવાની પઘ્ધતિ અંગે પણ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત કલેકટરે ધ્રોલ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ પીએસઆઇ એમ.એન. જાડેજા સાથે ચચર્િ વિચારણાઓ કરવાની સાથોસાથ પોલીસ સ્ટેશનના રજીસ્ટર સહિતના માહિતી મેળવી જરી તાકીદ કરી હતી. જિલ્લા કલેકટરની ત્રણેય કચેરીઓની મુલાકાતના પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ પ્રસરી જવા પામ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)