ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 લોકોના મોત થતા અમદાવાદ જિલ્લા પોલીસ એલર્ટ થઇ ગઇ છે. બ્લાસ્ટકાંડની આ ઘટનાને કારણે આખા ગુજરાતમાં સન્નાટો વ્યાપી ગયો છે અને તેના પડઘા ગાંધીનગર, દિલ્હી અને અમદાવાદ સુધી પડ્યા છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના 100થી વધુ ફટાકડાનાં ગોડાઉન તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સરપ્રાઇઝ ચેકિગ હાથ ધર્યું હતું.
અમદાવાદના છેવાડે આવેલ વાંછ ગામ ફટાડકાના ધંધા માટે મિની કાશી ગણવામાં આવે છે. વાંછ ગામ અને એની આસપાસ ફટાકડા બનાવવાની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. ગઇકાલે ડીસામાં ખેલાયેલા મોતના તાંડવ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. ગઇકાલે વિવેકાનંદનગર પોલીસ, કણભા પોલીસ તેમજ અસલાલી પોલીસની ટીમ 100થી વધુ ફેક્ટરીઓમાં જઇને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આગ બાદ અમદાવાદ જિલ્લા ACP ઓમપ્રકાશ જાટના આદેશ બાદમાં પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
ગઇકાલે 40થી વધુ ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનનું ચેકિંગ કર્યું
ગોડાઉનમાં ફાયર સેફ્ટીનાં સાધનો છે કે નહીં, ફટાકડા બનાવવાનું લાઇસન્સ છે કે નહીં જેવા અનેક મુદ્દાઓને લઇને પોલીસ દ્વારા સર્ચ કરાયું હતું. ડીસા અગ્નિકાંડ થયો એ પહેલાં પણ પોલીસ અનેક વખત ચેકિંગ કરે છે. દર મહિને પોલીસ ગમે ત્યારે ફાટાકડાના ગોડાઉનમાં જઇને તપાસ કરતી હોય છે. પોલીસ જે ચેકિંગ કરે એનો એક રેકોર્ડ પણ બનાવવામાં આવે છે. દિવાળીના સમયે સંખ્યાબંધ ફટાકડાના વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોઇએ છીએ. આ સિવાય આગના સમયે ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પણ શિખવાડતા હોઇએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech