લાખાબાવળ, નંદનવન સોસાયટી, મારવાડા વાસ, કાલાવડમાં પોલીસ ત્રાટકી
લાખાબાવળ ગામે રેલ્વે સ્ટેશનની સામે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાતની એલસીબીએ 59 હજારના મુદામાલ સાથે અટકાયત કરી હતી. જયારે જામનગરના નંદનવન સોસાયટીમાં જુગારના બે દરોડામાં આઠ ઝપટમાં આવ્યા હતા અને કાલાવડ બસ સ્ટેન્ડ પાછળ ગંજીપતાની મોજ માણતા ચાર પત્તાપ્રેમી પોલીસની પકડમાં આવ્યા હતા.
લાખાબાવળ રેલ્વે સ્ટેશનની સામે પાણીના ટાંકા પાસે જાહેરમાં મહિલા સહિતના ગંજીપતા વડે જુગારની મોજ માણે છે એવી ચોકકસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા લાખાબાવળના વેપારી નિકુલસિંહ કલુભા ચાવડા, બેડ ગામના પંકજ ખીમજી સોનગરા, સાધના કોલોનીના મધુબેન બિપીન રાવળ, ગીતાબા દિલીપસિંહ જાડેજા, પ્રણામીનગરના શાંતુબેન પ્રકાશ પરમાર, બેડ ગામના ચંદ્રીકાબેન અનિલ ગોસ્વામી અને મયુરગ્રીન સોસાયટીના ગીતાબેન પ્રકાશ બોરખતરીયાની અટકાયત કરી રોકડા 54800, 1 મોબાઇલ મળી કુલ 59800ના મુદામાલ સાથે અટકાયતમાં લીધા હતા.
બીજા દરોડામાં શહેરના નંદનવન સોસાયટી, મારવાડા વાસ સામે તિનપતીનો જુગાર રમતા સાધના કોલોનીના મુળ બિહારના ધનુ બીગુસાદ ગુપ્તા, નંદનવનના આનંદકુમાર રાજકુમારસીંઘ, શિવમકુમાર વિધાશંકર સવિતા, ક્રિષ્નાપાર્કમાં રહેતા વેપાર કરતા આશિષ દિલીપ મહેતાની અટકાયત કરી રોકડા 10200 જપ્ત કયર્િ હતા.
ત્રીજા દરોડામાં નંદનવન સોસાયટી જવાના રોડ પર તિનપતીનો જુગાર રમતા દરેડના મુળ એમપીના રાઘવેન્દ્ર અજુદી કાછી, ઓમકાર ગૌકાલ યાદવ, રાજેન્દ્ર મોહનલાલ દુબે અને મુળ બિહાર હાલ સાધના કોલોનીમાં રહેતા હરેરામ સત્યદેવશા શાહુની અટકાયત કરી રોકડા 10360 કબ્જે કયર્િ હતા આ બંને દરોડા સીટી-એ પોલીસે પાડયા હતા.
આ ઉપરાંત કાલાવડ બસ સ્ટેન્ડ પાછળ આવેલી શેરીમાં તિનપતીનો જુગાર રમતા કાલાવડના ઇમરાન ઉર્ફે ઇમુ હબીબ દોદાઇ, તૌફીક સતાર પતાણી, નવાઝ આરબ સોરા અને અનિષ ઇબ્રાહીમ સોરાની રોકડ 6950 અને પત્તા સાથે ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech