જામનગર ઉદ્યોગનગરમાંથી દારૂની 16 બોટલ સાથે એકની અટક

  • June 03, 2021 10:33 AM 

બે શખસના નામ ખુલ્યા, નાની ખાવડીમાં દારૂ સાથે એક ઝબ્બે

જામનગરના ઉદ્યોગનગર ડેરી પાસે ખુલ્લા વાડામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક સાક્ષીને ઈંગ્લીશ દારૂની 16 બોટલ સાથે પકડી લીધો હતો જેમાં બે શખ્સની સંડોવણી ખુલી હતી, જ્યારે નાની ખાવડી ગામમાં દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સને પકડી પાડયો હતો,

જામનગરના ઉદ્યોગ નગર જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલી ડેરી પાસેની શેરીમાં રહેતો નિશાંત ઉર્ફે ભોલો રાજુ કટારા ઉંમર વર્ષ 19 નામના રબારી સખસે પોતાના કબજાના વાડામાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી છે એવી હકીકતના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા ઉદ્યોગ નગર ખાતે આવેલા ખુલ્લા વાળામાં દરોડો પાડીને નિશાંતને શરાબની16 બોટલ સાથે દબોચી લીધો હતો. તપાસ દરમિયાન રાજુ ઉર્ફે ઘેલો કમલેશ ભારાઈ અને હનુમાન ભાનુશાળી નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. ત્રણેયની સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય એક દરોડામાં નાની ખાવડી ગામમાં રહેતા અર્જુનસિંહ પ્રવિણસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 23 નામના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડીને દારૂની ત્રણ બોટલ સાથે દબોચી લીધો હતો. આ કાર્યવાહી સિક્કા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS