જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં શાંતિ જાળવવા ૩૧૦૦ શંકાસ્પદ ઇસમોની અટક

  • February 26, 2021 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ તાજેતરમાં યોજાનાર હોઈ, જૂનાગઢ  ડીઆઈજી  મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ના માર્ગદર્શન નીચે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી.ગઢવી તથા માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી જે.જી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ખાતે કુલ આશરે ૩૧૦૦ ઈસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીઝર કોડ મુજબ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. 


જે પૈકી કુલ ૫૩૯ બુટલેગરો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જિલ્લામાં માથાભારે, જાણીતા ગુન્હેગારો તથા પ્રોહીબિશન બુટલેગરોના  કુલ ૧૯ ઈસમો વિરુદ્ધ તડીપાર અને ૧૪ ઈસમો વિરુદ્ધ પાસા ધારા મુજબ પગલાં લેવા દરખાસ્ત પણ કરવામાં આવેલ છે પ્રોહીબિશન બુટલેગરોને ચેક કરવાની ઝૂંબેશના ભાગરૂપે જિલ્લાના તમામ બુટલેગરોને ચૂંટણી જાહેર થયા બાદ આશરે  ચેક કરી, પ્રોહીબિશન એક્ટ મુજબ આરોપીઓ વિરુદ્ધ અસંખ્ય કેસો દાખલ કરી, ધરપકડ કરી, દેશી દારૂ ૨૮૭૭ લીટર કિંમત રૂ.૫૭૬૦૦, વિદેશી દારૂ બોટલ નંગ ૩૭૯૬ કિંમત રૂ.૧૫.૬ લાખ  તથા વાહનો કિંમત રૂ.૧૯.૬૫ લાખ- તથા અન્ય મુદામાલ કિંમત રૂ.૧૫૮૮૯૯-રોકડ રકમ સહિતનો કુલ આશરે રૂ.૩૬ .૯૨ લાખ નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે. જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો ખાતે લાયસન્સ ધારકો પાસેથી લાયસન્સ વાળા ૧૨ ૩૩ હથિયારો જમા પણ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS