ભીમ અગીયારસના જુગાર પર પોલીસ પ્રગટી : હરીયા કોલેજ નજીક, ખડખંભાળીયા અને ચોરબેડીમાં દરોડા : રોકડ અને સાહિત્ય કબ્જે
જામનગર પંથકમાં ભીમ અગીયારસના દિવસે જુગાર રમનારાઓને પકડી લીધા હતા જેમાં હરીયા કોલેજ પાસે જીઆઇડીસી એપાર્ટમેન્ટની બાજુના વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને 10 મહિલા સહિત 11ની અટકાયત કરી હતી, જયારે લાલપુર પોલીસ દ્વારા ખડખંભાળીયા નદી કાંઠે અને ચોરબેડી વિસ્તારમાં બે દરોડા પાડીને 1 મહિલા સહિત 10 જુગારીને અટકમાં લીધા હતા.
જામનગરના હરીયા કોલેજ નજીક જીઆઇડીસી એપાર્ટમેન્ટની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીને મળી હતી જેના આધારે દરોડો પાડીને જાહેરમાં ગોળ કુંડાળુ વાળી તિનપતીનો જુગાર રમતા જીઆઇડીસી એપાર્ટમેન્ટ બ્લોક 26માં રહેતા વેપારી હિતેન પ્રભુલાલ નોકીયાણી તથા ભીમવાસના ઢાળીયા પાસે રહેતી નયનાબેન નિતીન ગોંડલીયા, માતૃઆશિષ સોસાયટીમાં રહેતી મમતાબેન દિપક ગોવાણી, પટેલ કોલોની શેરી નં. 8/4 ખાતે રહેતી જોશનાબેન મિતેશ પટેલ, જકાતનાકા સોહમનગરમાં રહેતી ગીતાબેન ભગવાનજી પિત્રોડા, તિરુપતી સાંઇનાથ શેરીમાં રહેતી રેખાબેન ભગવાનજી ચૌહાણ, માતૃઆશિષ સોસાયટીની હંસાબેન દિપક ગોવાણી, જનતા ફાટક એમ/5 ખાતે રહેતા લીલાબેન ધીરુ ઠકકર, શકિતનગરની શોભનાબેન ભરતસિંહ વાઢેર, ઢીચડાના કોકીલાબેન અરવિંદ કટેશીયા અને કામદાર કોલોનીના જયશ્રીબેન ભીખુ જોશીની અટકાયત કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન રોકડા 24500, ગંજીપતા કબ્જે કરાયા હતા.
બીજા દરોડામાં લાલપુરના ખડખંભાળીયા ગામની નદીના કાંઠે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા દરેડ મુરલીધર સોસાયટી-1માં રહેતા ગોપાલ જગદીશ પાટડીયા, ખોડીયારનગરના કરશન મનસુખ સિંહોરા, કરાણા ગામના બાબુ નરશી કંબોલીયા, ખડખંભાળીયાના જમન લખમણ કોડીનારીયા, ચંદ્રીકાબેન કિશોર કમેજારીયાની અટકાયત કરી રોકડા 15620 અને ગંજીપતા જપ્ત કરાયા હતા.
અન્ય દરોડામાં લાલપુર તાલુકાના ચોરબેડી, શાળાની પાછળ બાવળની ઝાડીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચોરબેડી ગામના અલ્પેશ રાયશી વશરા, પ્રકાશ નાગજી મકવાણા, વિપુલ ગગુ વશરા, દેવશી ગોવિંદ ગાગીયા અને પરેશ મેરામણ વશરા નામના શખ્સોને રોકડ 10290 તથા ગંજીપતા સાથે પકડી લીધા હતા, આ બંને દરોડા લાલપુર પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech