રાત્રી કફર્યુને લીધે ખેતમાલિક અને શ્રમિકોને પડતી મુશ્કેલી અંગે સફળ રજૂઆત કરતાં સુરેશભાઇ વશરા

  • June 02, 2021 10:51 AM 

હાલમાં જામનગર સહિત 36 શહેરોમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા દરમ્યાન રાત્રી કફયુ અમલમાં છે, કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે રાત્રી કફર્યુમાં ઇમરજન્સી સેવા સિવાય અને ટ્રાન્સપોર્ટેશન સિવાયના લોકો માટે જાહેરમાં અવર-જવર ઉપર પ્રતિબંધ છે.

ચોમાસુ હવે નજીક આવી રહ્યું છે ત્યારે ખેતીક્ષેત્રે પણ કામ વધી ગયું હોય તે સ્વાભાવિક છે. વળી ખેતીવાડીક્ષેત્રે વિજપુરવઠાની ત્રણ સ્લોટમાં કરાતી હોય છે. આવા સંજોગોમાં જામનગર શહેરથી દૂર વાડી વિસ્તારમાં ખેતી ધરાવતા ખેત માલિકો, ખેડૂતો, ખેત શ્રમિકો ઘણી વખત સમયસર તેમના ઘરે પહોંચી શકતા નથી. પરિણામે પોલીસ ચેકીંગમાં તેઓને તકલીફ પડતી હતી.

આ પ્રશ્ને ગુજરાત ભાજપ કિશાન મોરચાના પ્રદેશ મંત્રી અને જામનગર જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ સુરેશભાઇ વશરાએ જામનગર જિલ્લા પોલીસના એ.એસ.પી.શ્રી રિતેષ પાંડેની સમક્ષ રૂબરૂ મુલાકાત લઇ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ખેતી સાથે જોડાયેલ લોકોને રાત્રી કફર્યુ દરમ્યાન અવર-જવરમાં મુશ્કેલી ન પડે તેવો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તથ્ય જણાતા તુરંત જ સ્થળ ઉપર જ પ્રશ્ર્નનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી જેમાં ખેતી સાથે જોડાયેલ લોકોને રાત્રી કર્ફયુ દરમ્યાન અવર-જવર કરતા અટકાવવા નહીં તેવી સુચના આપવા સહમતી દર્શાવી હતી.

સુરેશભાઇ વશરાએ એ.એસ.પી. સાથે થયેલી વાતચીત મુજબ ખેતી સાથે જોડાયેલ લોકોએ પણ પોલીસની કામગીરીમાં સહકાર આપવાનો રહેશે જેમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ ફરજ પરના પોલીસ કે અન્ય સુરક્ષાકર્મીને પોતે ખેતી સાથે જોડાયેલ છે. તેના આધાર તરીકે 7-12 કે અન્ય સરકાર માન્ય પુરાવાની નકલ બતાવવા પણ સુરેશભાઇ વશરાએ અપીલ કરી છે. આ પ્રશ્નનો વ્યવહાર અને ત્વરિત ઉકેલ લાવવાની ખાત્રી બદલ તેમણે ખેડૂતો વતી એ.એસ.પી. રિતેષ પાંડેનો આભાર પણ વ્યક્ત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
<