સુરેન્દ્રનગર, વઢવાણ સંયુકત ન.પા. વોર્ડ નં.૧ અને ૭માં કેસરિયો લહેરાયો

  • March 02, 2021 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો અને ૧૦ તાલુકા પંચાયતોની ૧૬૪ બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પંચાયતમાં ૬૨.૬૬ ટકા, જિલ્લા તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૪.૦૭ ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં સરેરાશ ૫૧.૭૨ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ સંયુકત નગરપાલિકા વોર્ડ નં.૧ અને ૭માં ભાજપની પેનલનો બહુમતીથી વિજય થયો હતો.


આજે સવારે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ મતદાન મથકો પર ઉમેદવારો અને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો. જાહેર થયેલા પરિણામોમાં સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકા વોર્ડ નં.૧માં ભાજપના કમુબેન વિનોદકુમાર પંડીત, હંસાબેન ચમનભાઇ ઉદેશા, શંકરભાઇ ગાંડાભાઇ સિંધવ, ભગીરથસિંહ જશુભા ઝાલા વિજેતા થયા હતાં. તો વોર્ડ નં.૭માં ભાજપના નિશાબેન નરેશભાઇ કૈલા, પ્ન્ટિુબેન જગદીશભાઇ અસાણીયા, હરેશભાઇ કલ્યાણભાઇ યાદવ, અશોકસિંહ લાલુભા પરમાર વિજેતા થયા હતાં. જયારે પાટડી નગરપાલિકા વોર્ડ નં.૧માં ભાજપે ૪ બેઠક મેળવી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માં અને ૨માં ભાજપે ૪-૪ બેઠક કબજે કરી હતી. તો લીંબડી નગરપાલિકાના વોર્ડ નં.૩માં ભાજપે જીત હાંસલ કરી હતી. તો થાનની ત્રણેય બેઠક પર પણ કેશરીયો લહેરાયો હતો. ઉપરાંત પાટડી વોર્ડ નં.૨ અને ચોટીલા વોર્ડ નંબર ૨માં પણ ભાજપના ઉમેદવારોએ મેદાન માર્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS