ધરારપ્રેમીના ત્રાસમાંથી પરિણીતાને છોડાવતી સુરેન્દ્રનગર ૧૮૧ અભયમ

  • February 24, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં સુરેન્દ્રઙ્ગગરઙ્ગી એક પીડિતાએ કોલ કરી જણાવેલ કે તેમના પ્રેમી તેમની જોડે મારકૂટ કરે છે. ૧૮૧માં પીડિતા બેનનો કોલ આવતાં કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, પાઇલોટ જીગ્નેશભાઈ તથા મહિલા કોન્સટેબલ સહિત ઘટના સ્થળ ઉપર પહોંચતા જાણવા મળેલ કે પીડિતા બેન તેમના પતિ દારૂ પિતા એટલે ૨ વર્ષથી અલગ રહેતા અને પ્રેમી પીડિતા ભાડે રહે છે ત્યાં જ રહેતા હોય પીડિતા બેને બેંકમાંથી લોન લીધી હતી ત્યારે પીડિતા પાસે ફોન હતો નહિ એટલે શેરીમાં રહેતા યુવકનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને એમાંથી પ્રેમ સંબંધ બંધાયો હતો હવે પીડિતાને પ્રેમી હેરાન કરે પીડિતા પ્રેમી જોડે નથી રહેવા માંગતા છતાં પીડિતને જોડે રહેવા મજબૂર કરે છે પીડિતા બેને પ્રેમ થી ઘણી વાર સમજાવેલ છતાં પ્રેમી બહુ ખરાબ ગાળો બોલે છે. પીડિતા બેનપણીના ઘરે બેસવા ગયા હતા ત્યાં પ્રેમી એ ઝઘડો કરી મારકૂટ કરી હતી પીડિતા એ પ્રેમી સાથે તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં છતાં પ્રેમી હેરાન કરતા હતા.
પ્રેમીના ઘરે ગયેલ પ્રેમી હાજર ના હોય  પ્રેમીને ફોન દ્વારા બોલાવી કડકાઈથી કાયદાકિય ભાષા માં સમજાવેલ કે પીડિતાને જબર જસ્તી ન કરે ફાવે એમ ન બોલે એમનો કોઈ અધિકાર નથી પીડિતાને હેરાન કરવાનો પીડિતાને પોતાની જિંદગી સ્વતંત્રતાથી જીવવા દે  પ્રેમી એ પોતાની ભૂલ સ્વીકારી અને પીડિતાની માફી માંગી અને જણાવેલ કે હવે પછી પીડિતાને બોલાવશે નહિ કે ફોન કરી હેરાન નહીં કરે અને ક્યારેય પણ ગાળા ગાળી કે મારકૂટ નહિ કરે પ્રેમી સમજી જતા પીડિતાને આગળ કોઈ કાર્યવાહી કરવી ન હોય  સમાધાન કરાવેલ .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News