સુરેન્દ્રનગર: લીંબડીમાં એક રાતમાં ૧૫ દુકાનોના તાળાં તૂટયા, લાખોના મુદ્દામાલની ચોરી

  • March 04, 2021 01:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક સાથે ૧૫ દુકાનોમાં ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલીંગ સામે સવાલો ઉઠ્યા છે.સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ગામે તસ્કરોની ગેન્ગે પોતાનું ઓપરેશન પાર પાડ્યું હતું. લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની રાતે જ મુખ્ય બજારની ૧૫થી વધુ દુકાનોના તાળા તૂટતા નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


લીંબડી શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તસ્કરો દ્વારા એક સાથે અંદાજે ૧૫થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચોરી થયેલી આ તમામ દુકાનોમાંથી રોકડ અને માલ સામાન સહીત અંદાજે લાખોના મુદામાલની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા.
આ સનસનીખેજ ચોરીના બનાવની જાણ થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો દ્વારા ચોરીના બનાવ્થી દુકાનદારો અને વેપારીઓમા પોલીસની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. બીજી બાજુ પોલિસે પણ તસ્કરોની ગેન્ગને ઝબ્બે કરવા ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત,  અને ડોગ સ્કવોડની મદદ લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ચોરીના બનાવની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS