સુરતનો કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી સિવિલમાંથી ગાયબ, ડોક્ટરો ચિંતામાં

  • February 05, 2020 09:44 AM 24 views

ચીનમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે તેવામાં ચીનથી ગુજરાતના કેટલાક લોકો પણ પરત ફર્યા છે. આ લોકોમાં જો શરદી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો જોવા મળે તો તેમને સિવિલમાં દાખલ કરી સારવાર અને ટેસ્ટ કરાવવામાં આવે છે. આ જ રીતે સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો એક વ્યક્તિ સારવાર અધુરી છોડી નાસી ગયો છે. આ વ્યક્તિ કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દી હતો. જો કે તેને કોરોના વાયરસ લાગુ પડ્યો છે કે નહીં તે વાતની પુષ્ટી થાય તે પહેલાં જ તે હોસ્પિટલમાંથી ભાગી ગયો છે. 

 

આ અંગે જાણવા મળતી વિગતોનુસાર 15 દિવસ પહેલા ચીનથી પરત ફરેલા એક યુવકને સતત ઉધરસ આવતી હતી. તેણે સુરત સિવિલનો સંપર્ક કર્યો અને તે ચીનથી પરત આવ્યો હોવાના કારણે ડોક્ટરોએ તેને અંડર ઓબર્ઝરવેશન રાખી સારવાર શરૂ કરી. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ યુવાન હોસ્પિટલમાંથી કોઈને કહ્યા વિના જ ભાગી ગયો છે. આ વાતથી હોસ્પિટલ તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે.