ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો 30 કિમીનો બ્રિજ: 316 કીમીનો એક્સપ્રેસ-વે: ભાવનગરથી ભચ સુધીના નવા નેશનલ હાઇવેની યોજના સુરત અને સૌરાષ્ટ્રના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ માટે બનશે આશીવર્દિપ: સમય અને ઇંધણની થશે બચત: યોજના પૂરી થવામાં સમય લાગી શકે
સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માગતા લોકો માટે મોટા ખુશીના સમાચાર છે. તેમને હવે બગોદરા કે વડોદરા સુધી જવું નહીં પડે. જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર 5 કલાક અને સુરત માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે. જામનગરથી વાયા ભાવનગર થઈને ભચ સુધી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે. એમાં દરિયામાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર લાંબો બ્રિજ બનશે. કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે આ અંગેનો સર્વે કરવા માટે એજન્સીઓ પાસે બીડ મગાવી છે. આ પ્રોજેક્ટ અમલી બનતાં જ સૌરાષ્ટ્રના ટ્રાન્સર્પોટેશનમાં મોટાં પરિવર્તન આવશે અને રોજના લાખો લિટર ઈંધણ અને સમયની બચત જશે, જો કે આ મહત્વાકાંક્ષી અને મોટી યોજનાને સાકાર થવામાં સારો એવો સમય લાગી શકે એમ છે.
ગુજરાતને મળ્યા બે પ્રોજેક્ટ, 316 કિમીનો એક્સપ્રેસ વે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારતમાલા પરીયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી બે પ્રોજેક્ટ (પેકેજ) ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમિટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભચ સુધી 68 કિલોમિટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. એમાં દરિયામાં અંદાજે 30 કિલોમિટર લાંબો બ્રિજ પણ બનશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 316 કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસવે (કોરીડોર) બનશે, જોકે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલના ટને રિનોવેટ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે ટમાં ફેરફાર કરાશે એની વિગત પણ હજી મળી શકી નથી.
15 કંપનીએ ડીપીઆર માટે બીડ કરી
ગુજરાતના બંને પ્રોજેક્ટના ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોટ્ર્સ) માટે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે ટેન્ડર બહાર પાડ્યાં હતાં, ગઈ 26 જૂનના રોજની બીડની જાહેરાત કરવામાં આવી હતી અને 4 નવેમ્બરના રોજ બીડની અંતિમ તારીખ હતી. ગુજરાતના બંને પ્રોજેક્ટ માટે કુલ 15 ક્ધસલ્ટન્ટ કંપનીએ બીડ કરી છે. જામનગર-રાજકોટ-ભાવનગર એક્સપ્રેસ વે માટે 12 કંપની તેમજ ભાવનગર-ભચ એક્સપ્રેસ વે માટે 3 કંપનીએ બીડ કરી છે. હાલ આ તમામ બીડનું ટેક્નિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બાદમાં ક્વાલિફાઇ બીડરમાંથી જેમણે સૌથી ઓછા પિયાની બીડ કરી હશે તેને સર્વેનું કામ સોંપવામાં આવશે. કંપનીએ 540 દિવસમાં ડીપીઆર તૈયાર કરીને આપવાનો રહેશે.
સૌરાષ્ટ્રથી સુરત-મુંબઈ નજીક આવી જશે
આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને સુરત તથા મુંબઈ સુધીનું અંતર ઘટી જશે. હાલ સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો વાયા બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે. આ ટ પર જામનગથી સુરત સુધીનું અંતર અંદાજે 527 કિલોમીટર જેટલું થાય છે. હવે જો નવો જામનગર-ભાવનગર-ભચ એક્સપ્રેસવે બની જશે તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને 392 કિલોમીટર થઈ જશે. એ જ રીતે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિમીનું અંતર છે, એ 117 કિમી ઘટીને 319 કિમી જેટલું રહી જશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિમી અંતર થાય છે, એ 215 કિમી ઘટીને માત્ર 412 કિમી જેટલું જઈ જશે.
ભાવનગરથી સુરત માત્ર 2 કલાકમાં...
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો ભાવનગરને થશે, કેમ કે ભાવનગરથી સુરત જવા માટે હાલ બહુ ફરીને જવું પડે છે અને 357 કિમી જેટલું અંતર થાય છે. જો નવો એક્સપ્રેસ બની જશે અને દરિયામાં 30 કિમી લાંબો બ્રિજ બની જશે તો ભાવનગરથી 1 કલાકમાં સીધું ભચ પહોંચી શકાશે. તેમજ ભાવનગરથી સુરતનું અંતર 243 કિમી ઘટી જશે. બંને શહેર વચ્ચે માત્ર 114 કિમીનું અંતર રહેશે, જે કાપતા બે કલાકનો સમય પણ નહીં લાગે. અંતર ઘટી જવાથી વાહનોના ઇંઘણના ખર્ચમાં અબજો પિયાની બચત થશે. આ ઉપરાંત વાહનોનો ધુમાડો બંધ થતાં પયર્વિરણને પણ ફાયદો થશે.
દેશનો સૌથી લાંબો બ્રિજ હશે
જો બધું સમુંસૂતં ઊતરી જાય અને પ્રોજેક્ટ અમલી બની જાય તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો બ્રિજ બનશે. ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં 30 કિમી લાંબો બ્રિજ બનાવવામાં આવશે. હાલ મુંબઈનો અટલ સેતુ દેશનો સૌથી લાંબો બ્રિજ છે, જેની લંબાઈ 21.8 કિમીની છે. એનાથી ભાવનગરથી ભચ વચ્ચેનો બ્રિજ અંદાજે 8 કિમી વધુ લાંબો હશે. આ સાથે દરિયા પરનો આ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અને અનોખા રોમાંચનો અનુભવ કરાવશે.
ક્યારે શરૂ થઈ શકે કામ...?
ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોટ્ર્સ) માટેની કંપનીની પસંદગી થયા બાદ એનું વર્ષ 2025ના મધ્યભાગમાં કામ શરૂ કરશે. એ આ સંભવિત પ્રોજેક્ટની તમામ ડિટેલ્ડ એકઠી કરશે, જેમ કે કેવો રોડ બનાવવો, રોડ ક્યાંથી પસાર થશે, કેટલા અને કેવા પ્રકારના બ્રિજ અને અંડરપાસ બનશે, ડિઝાઈન કેવી હશે, કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, કેટલી સરકારી અને ખાનગી જમીનનું અધિગ્રહણ કરવું પડશે. આ ઉપરાંત રોડની ડ્રેનેજ સિસ્ટમ, લેન્ડ સ્કેપિંગ, પાર્કિંગ એરિયા, પયર્વિરણીય બાબતો સહિતની બાબતનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2026ના અંતમાં આ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોટ્ર્સ તૈયાર થાય એવી શક્યતા જોવાઈ રહી છે. ત્યારબાદ રોડ બનાવવા માટેના કોન્ટ્રેક્ટ આપવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. એ બાદ રોડ બનાવવાનું વાસ્તવિક કામ શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech