ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ખાલીદભાઈ જુસબભાઈ કુરેશી નામના 38 વર્ષના ફકીર મુસ્લિમ યુવાનનો ગઈકાલે સોમવારે મૃતદેહ સાંપડ્યો હતો. આ યુવાનનું રવિવારે રાત્રિથી સોમવારે સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ મુસાભાઈ જુસબભાઈ કુરેશી (ઉ.વ. 36) એ મીઠાપુર પોલીસની કરી છે. જે અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાળિયામાં પીધેલો કારચાલક ઝડપાયો
ખંભાળિયા શહેર નજીકના વિનાયક ફાટક પાસેથી ટ્રાફિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળેલા અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં શીરૂતળાવ ખાતે રહેતા સાગર હરભમ ભાચકન નામના 24 વર્ષના ગઢવી શખ્સને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ઓખા મરીન પોલીસે મીઠાપુરના રામભા મુળુભા માણેક (ઉ.વ. 30) ને પીધેલી હાલતમાં રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech