ક્રીમી લેયરના લોકોને એસસીએસટી અનાંમતમાંથી બાકાત રાખવા અને એસસીએસટીને પેટા વિભાગોમાં વર્ગીકૃત કરવાના પોતાના આદેશનો અમલ સરકારો દ્વારા નહીં થતો હોવા બાબતે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. એક અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અમે તો ચુકાદો આપી દીધો, પરંતુ સરકારો આ મુદ્દા પર કાર્યવાહી કરવામાં અનિચ્છા ધરાવે છે. હવે નિર્ણય લેવાનું કામ વિધાનસભા અને કારોબારીએ કરવાનું છે.
અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ ગુપ્તાએ ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે તમામ સરકારી વિભાગો/પીએસયુઓને એસસીએસટી શ્રેણીઓમાં ક્રીમી લેયરને આપવામાં આવતા અનામત લાભો રોકવાનો નિર્દેશ આપવો જોઈએ.
જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તેણે આદેશ પસાર કર્યો છે પરંતુ હવે નિર્ણય લેવાનું કામ વિધાનસભા અને કારોબારીનું છે. અમે અમારો મત આપ્યો છે કે છેલ્લા 75 વર્ષના અનુભવને ધ્યાનમાં લેતા, એવા વ્યક્તિઓ કે જેમણે પહેલાથી જ લાભો મેળવ્યા છે અને અન્ય લોકો સાથે સ્પધર્િ કરવાની સ્થિતિમાં છે, તેમને અનામતમાંથી બાકાત રાખવા જોઈએ. પરંતુ આ કારોબારી અને વિધાનસભા દ્વારા લેવાનો નિર્ણય છે, બેન્ચે કહ્યું. કોર્ટની મયર્દિા દશર્વિતા, બેન્ચે કહ્યું કે એટર્ની જનરલે એક દિવસ પહેલા દલીલ કરી હતી કે કોર્ટે નીતિગત નિર્ણયોમાં દખલ ન કરવી જોઈએ.
જેમ કે અરજદારે દલીલ કરી હતી કે સરકાર નીતિ ઘડશે નહીં કારણ કે નીતિ નિમર્તિાઓના પરિવારના સભ્યો પણ ક્રીમી વકીલ માપદંડને કારણે અનામતથી વંચિત રહેશે, બેન્ચે કહ્યુંકે કાયદો બનાવવા માટે ધારાસભ્યો છે અને ધારાસભ્યો જ કાયદો ઘડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMજામનગરમાં લગ્નની સિઝનમાં તસ્કરો બન્યા બેફામ
February 22, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech