સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા છૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદપોતાના પતિ અને સગાઓ સામે કરવામાં આવેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી દીધી છે. જેમાં કોર્ટે કહ્યું કે, 'આ મામલે પતિના સગાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી તો પતિ અને તેનો પરિવાર દહેજ ઉત્પીડન કેવી રીતે કરી શકે?'
પોતાના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કારોલ અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે, 'અમને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે આ કેસમાં પતિના સગાઓને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. કારણ કે, તેમના નામ તો ફરિયાદમાં દાખલ કરાયા છે પરંતુ તેમની સામે કોઈ જ આરોપોનું વર્ણન નથી કરાયું.'
આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશનો છે, અગાઉ અલ્લાહાબાદ હાઈકોર્ટે પતિના સગાઓ સામેના ટ્રાયલ કોર્ટના સમન્સ રદ કરવાની ના પાડી દીધી હતી તેથી તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઓગસ્ટ 2015માં પતિ અને સગાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. વર્ષ 2010માં મહિલાએ પતિનું ઘર છોડી દીધુ હતું અને પોતાના માતા પિતાની સાથે રહેવા લાગી હતી. સાસરિયાએ દાવો કર્યો કે, પતિ તેને પરત લાવવા માટે ગયો હતો. પરંતુ, પત્ની ન માનતા બાદમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા 2012માં મંજૂર થયાના ત્રણ વર્ષ બાદ મહિલાએ મેજિસ્ટ્રેટ સામે અપીલ કરીને દહેજ ઉત્પીડનની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી.
પત્નીનો દાવો હતો કે, 2015માં મારા પતિ અને સાસરિયા ઘરે આવ્યા હતા અને મારી પાસે દહેજની માંગણી કરી હતી. આ સાથે જ ધાક-ધમકી પણ આપી હતી. મેજિસ્ટ્રેટે અરજીને ફરિયાદ તરીકે સ્વીકારી અને સમન્સ મોકલ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, બંનેના છૂટાછેટા થઈ ગયા બાદ પતિ અને તેના પરિવારજોનોએ કયા કારણોસર પત્નીના ઘરે જઈને ફરી એક થવાનો પ્રયાસ કર્યો હશે તે માનવું મુશ્કેલ છે. કદાચ જો આવી કોઈ ઘટના બની હોય તો પણ ફરિયાદી મહિલા અને આરોપીના પતિ-પત્ની તરીકેના સંબંધ તો પહેલાં જ તૂટી ગયા હતાં, તેથી પતિ અને તેના સગા સામેઆઈપીસી કલમ 498 (એ) અને દહેજ પ્રતિબંધ કાયદાની કલમ ચાર હેઠળનો કેસ બનતો જ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech