વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલ સ્ટોરી અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

  • May 04, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અદા શર્માની ફિલ્મે ટ્રેલરના રિલીઝ થવાની સાથે જ ઘણા વિવાદો સર્જ્યા
  • કેરળના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા શશિ થરુર સાથે ઘણાનો છે વિરોધ


આકર્ષક નયનોવાળી અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું જ્યાર ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારથી સોશિયલ મીડિયાથી લઈને રાજનીતિ અને સામાન્ય લોકો વચ્ચે ચર્ચાઓ છેડાઈ છે. કોંગ્રેસના નેતા શશિ થરુર સહિત ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.  ફિલ્મનો વિરોધ કરનારાઓએ તેની રીલિઝ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે વિવાદિત ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાની માગવાળી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો.


જસ્ટિસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરત્નાની બેન્ચે કહ્યું કે...

 સેન્સર બોર્ડે પહેલા જ ફિલ્મને મંજૂરી આપી દીધી છે અને અરજીકર્તાઓએ ફિલ્મના પ્રમાણિકરણને એક ઉપયુક્ત ઓથોરિટી સમક્ષ પડકર આપવો જોઈએ. આ બેન્ચ હાલમાં નફરત ફેલાવતા ભાષણો સાથે સંકળાયેલા કેસોનું સુનાવણી કરી રહી છે. ફિલ્મોના પ્રદર્શન માટે એક અલગ પ્રક્રિયા હોય છે, એટલે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાની અરજીને અભદ્ર ભાષણના કેસો સાથે જોડી શકાય નહીં.

વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ અને એડવોકેટ નિઝામ પાશાએ પીઠને તેમની અરજી પર સુનાવણી કરવાનો અનુરોધ કરતા કહ્યું કે...

 

ફિલ્મ શુક્રવારે રીલિઝ થશે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, આ સર્ટિફિકેશનમાંથી પસાર થઈ છે. આપણે તેને હેટ સ્પીચ કેસનો હિસ્સો નહીં બનાવી શકીએ. પાશાએ પોતાની તરફથી જણાવ્યું કે, ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર અત્યાર સુધી 16 મિલિયન વખત જોવામાં આવ્યું છે અને તે અભદ્ર ભાષાનું સૌથી ખરાબ ઉદાહરણ છે અને આ ઓડિયો વિઝ્યુઅલ પ્રચાર છે.


બેન્ચે વકીલને કહ્યું કે, તમારે હાઇકોર્ટ કે કોઈ અન્ય ઉપયુક્ત મંચ પર જવું જોઈએ, પરંતુ અહીં એવું નહીં થઈ શકે. પાશાએ ભાર આપીને કહ્યું કે, તેમની પાસે કોઈ બીજા ઉપાય માટે સમય નથી. જો કે, બેન્ચે ફિલ્મ વિરુદ્ધ અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી.



કપિલ સિબ્બલે બેન્ચને લંચ બ્રેક દરમિયાન યુટ્યુબ ટ્રેલરના ટ્રાન્સસ્ક્રિપ્ટને જોવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ અરજી પર વિચાર કરવાની ના પાડતા પીઠે કહ્યું કે તે સર્ટિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થઈ છે. જ્યાં સુધી તમે પ્રમણનને પડકાર આપતા નથી, અમે કશું જ નહીં કરી શકીએ. તમારે ક્ષેત્રાધિકારવાળી હાઇ કોર્ટમાં જવું જોઈએ. તમે બધુ અહીં સુપ્રીમ કોર્ટમાં નહીં લાવી શકો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application