રણવીર અલ્હાબાદિયાએ તેની સામે દાખલ થયેલી એફઆઈઆર સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે અને આ મામલે તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી છે. જોકે, અલ્હાબાદિયાને કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે અને કોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે રણવીરના વકીલ અભિનવ ચંદ્રચુડને કહ્યું કે તે વહેલી સુનાવણીની મૌખિક માંગ પર વિચાર નહીં કરે. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ અલ્હાબાદિયાના વકીલને પહેલા રજિસ્ટ્રીનો સંપર્ક કરવા કહ્યું. રણવીર અલ્હાબાદિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે.
અલ્હાબાદિયાના વકીલ ડો. અભિનવ ચંદ્રચુડે જણાવ્યું હતું કે રણવીર વિરુદ્ધ અનેક રાજ્યોમાં અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગુવાહાટી પોલીસે આજે તેને પૂછપરછ માટે બોલાવ્યો છે. તેથી, કોર્ટે તેની સામે નોંધાયેલી તમામ એફઆઈઆરની તપાસ અને સુનાવણી એક જ જગ્યાએ કરવાનો આદેશ આપવો જોઈએ જેથી તેમને અલગ અલગ રાજ્યોમાં ભટકવું ન પડે.
મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણા રાજ્યોમાં રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ સામાજિક શિષ્ટાચારનું ઉલ્લંઘન કરવા અને જાહેરમાં અશ્લીલ અને અભદ્ર ટિપ્પણીઓ સાથે શો ચલાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.
કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના અશ્લીલ જોક્સનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એક એપિસોડના જજ પેનલનો ભાગ રહેલા રણવીર અલ્હાબાદિયા અને અપૂવર્િ મખીજાએ માતા-પિતાની ઈંટીમેન્ટ લાઈફ વિશે અભદ્ર વાતો કહી હતી, જેના કારણે ઘણો હોબાળો થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. રણવીર આ મામલે માફી માંગી ચૂક્યો છે પરંતુ વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા.
વિરોધને ધ્યાનમાં રાખીને સમયએ યુટ્યુબ પરથી ફક્ત તે એપિસોડ જ નહીં પરંતુ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ પણ દૂર કરી દીધા છે. તેણે વધુમાં કહ્યું કે તેઓ કાર્યવાહીમાં દરેક એજન્સીને સંપૂર્ણ સહાય કરશે. તે સાથે જ રણવીર, અપૂવર્િ અને સમયના અંગત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શો સંબંધિત રીલ્સ પણ દૂર કરવામાં આવી છે. આ સમગ્ર વિરોધની બધા યુટ્યુબર્સના કામ પર પણ ખરાબ અસર પડી છે. જ્યારે આ દિવસોમાં કોમેડી શો રદ થઈ રહ્યા છે, ત્યારે રણવીરના સેલિબ્રિટી મહેમાનએ પણ પોડકાસ્ટ પર આવવાનો ઇનકાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સમગ્ર અધિવેશન વિશે
April 05, 2025 02:18 PMજામનગરની બજારમાં માટીના ફિલ્ટર માટલા આકર્ષણનું કેન્દ્ર
April 05, 2025 02:06 PMજામનગરના સુવરડા ગામે પ્લેન ક્રેશમાં શહીદ પાઇલોટને અપાઈ શ્રધાંજલિ
April 05, 2025 02:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech