માસ્ક નહીં તો કોવીડ સેન્ટરમાં સેવાની સજાને સુપ્રીમની રોક

  • December 04, 2020 12:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધતા જતા કોરોના કેસ અને માસ્ક નહી પહેરવાના કારણે બુધવારે ગુજરાત હાઈકોર્ટે સરકારની ચિંતા વધારી દીધી હતી પરંતુ આજે સુપ્રીમે રાહત અપાતા ગુજરાત હાઈકોર્ટનાં નિર્ણય પર રોક લગાવી દીધી છે.

 

એક તરફ કોરોના વાયરસથી વધુમાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. વર્તમાન સમયમાં આપણી પાસે વેક્સિન નથી ત્યારી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટસ જ અનિવાર્ય છે. આ બાબતે સરકારને સાવચેતી રાખવા અને થોડું કડક વલણ અપનાવતા બુધવારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક નહીં પહેરનારને દંડ રૂપે કોવીડ સેન્ટરમાં કોરોના પોઝિટીવ દર્દીની સજા કરવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયથી સરકાર પણ ચિંતામાં આવી ગઈ હતી અને લોકો પણ ડરી ગયા હતાં. જોકે આજે દેશની સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટનાં આદેશ પર રોક લગાવી છે ત્યારે સરકારને થોડી રાહત થઈ છે.      

 

દેશ સાથે સાથે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ માસ્ક નહી પહેરનારને આકરી સજા કરવાનું વલણ અપનાવ્યું હતું અને કોમ્યુનિટી સર્વિસ જેવો કઠોર નિર્ણય લાગુ કરીને આદેશ કર્યો હતો કે માસ્ક પહેર્યા વિના પકડાયેલા લોકો કોવિડકેર સેન્ટરમાં 5થી 15 દિવસ સુધી ફરજિયાત 5થી 6 કલાકની કોમ્યુનિટી સેવા આપવા માટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો. કોર્ટના આ આદેશ બાદ રાજ્ય સરકારે સુપ્રીમમાં રાહત માટે અરજ કરી હતી.

 

આ બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમે વધુ એક બાબત અંગે આદેશ આપતાં કહયું હતું કે કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓના ઘરની બહાર કોવીડ ૧૯નુ પોસ્ટર લગાવવું ન જોઈએ. જ્યારે કેન્દ્રએ બચાવમાં કહયું હતું કે કેન્દ્રની ગાઈડલાઈનમાં કોવીડ પોઝિટીવ દર્દીનાં ઘરની બહાર પોસ્ટર લાગવવાનું નિર્દેશન કરવામાં આવ્યું નથી.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS