રાજકોટ શહેરમાં સસ્ત અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને બગડેલું સડેલું અનાજ ધાબડાતું હોવાની કલેકટર સમક્ષ થયેલી ફરિયાદ અને રાય કક્ષાએ ઉઠેલા આ મુદ્દાને લઈને આજે ગાંધીનગરથી પુરવઠા વિભાગના ત્રણ આસિ. ડાયરેકટર સાથેની ટીમો રાજકોટ દોડી આવી છે. સ્થાનીક સ્ટાફને સાથે રાખીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અંદાજે ૧૮૫થી વધુ સસ્તા અનાજની દુકાનો પર દરોડા પાડીને ચેકીંગ હાથ ધરી નમુના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અનાજના નમુનાઓ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવશે.
ગત સાહે રાજકોટ જિલ્લ ા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની તા.૧૬ના રોજ કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકીય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ચાલુ બેઠકે કલેકટર સમક્ષ સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબો રેશનકાર્ડ ધારકોને સડેલું બગડેલું અનાજ વિતરણ કરાતું હોવાની ફરિયાદ સાથે આ અનાજના નમુના પણ રજુ કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની અને કલેકટર તંત્રની વાહ વાહ ચાલી રહી હતી તેવા સમયે જ પુરવઠા વિભાગની પોલ ખોલની માફક સડેલું અનાજ ટેબલ પર મુકાતા મીટીંગમાં હાજર સૌ કોઈ અચંબીત થઈ ગયા હતા. જે તે સમયે તપાસ થશે તેવી ધરપત આપવામાં આવી હતી.
એક તરફ સરકાર દ્રારા ગરીબોને ધાન્ય અપાતું હોવાની જાહેરાતો તો બીજી તરફ સરકારી વિભાગ દ્રારા વિતરીત થતા સડેલા અનાજની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી હતી. જેના પગલે ગાંધીનગરના ઉચ્ચ સતાવાહકો પણ હચમચી ઉઠયા હતા. રાજકીય પદાધિકારીની ફરિયાદ અને ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગરથી પુરવઠા વિભાગના અધિકારીઓની ટીમો રાજકોટમાં તપાસ કરવાના આદેશ છૂટયા હતા.
ગાંધીનગરથી આજે પુરવઠા વિભાગના આસિ. ડાયરેકટર નિર્મલ પટેલ સહિતના ત્રણ ઉચ્ચ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સ્ટાફ સાથેની ટીમો રાજકોટ દોડી આવી હતી. રાજકોટ કલેકટર કચેરી ખાતે તાત્કાલીક મીટીંગનો દોર શરૂ કર્યેા હતો. રાજકોટમાં તપાસ અર્થે આવેલા ઉચ્ચ અધિકારીઓએ રાજકોટ જિલ્લ ા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણી સહિતના અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી. રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ આવેલી દુકાનની યાદી મેળવાઈ હતી. ૧૮૫થી વધુ દુકાનો પર એકસાથે ત્રાટકવા માટે સ્થાનીક પુરવઠા વિભાગના અધિકારીઓ, સ્ટાફ સાથે મળીને અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને જુદા જુદા વિસ્તારોમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
શહેરભરમાં સસ્તા અનાજની દુકાનોમાં પડેલા અનાજના જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચકાસણી થઈ હતી. આ સેમ્પલોને હવે પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવશે. બે દિવસ પહેલા બગડેલા અનાજના રજુ કરાયેલા નમુનાનેે પણ ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. ગાંધીનગર તેમજ સ્થાનીક લેવલે સસ્તા અનાજનો જથ્થો દુકાનોમાં મોકલાતા પહેલા ચેક કરવામાં આવે છે પરીક્ષણ થાય છે આમ છતાં ભેળસેળ કે બગડેલું અનાજ ગ્રાહકો સુધી પહોંચે છે તો શું દુકાનોમાંથી ભેળસેળ થતી હશે કે ઉપરથી જ લોલંમલોલ ચાલતું હશે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ચેકીંગ પૂર્વે જ પેપર લીક થઈ ગયું ?
ગાંધીનગરથી આજે પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજકોટ આવી હતી અને જુદી જુદી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવા માટે ટીમો બનાવીને લીસ્ટ તૈયાર કરી ત્રાટકવા માટેની કામગીરી આરંભી હતી. હજી ટીમો ચેકીંગ હાથ ધરે કે દુકાનો પર પહોંચે તે પુર્વે જ પેપર લીક થઈ ગયું હોય તેમ ગાંધીનગરથી ટીમો આવી પહોંચી છે તેવો લાકડીયો તાર દુકાનદારોમાં ફરી વળ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે. અગાઉથી જાણ થઈ જતાં દુકાનદારો દ્રારા કયાંક આવો જથ્થો સગેવગે કરવાનો પણ કદાચ સમય મળી ગયો હશે તેવી ચર્ચા જાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech