શરાબની મહેફીલ કેસમાં સપ્લાયરનું અદાલતમાં સરન્ડર: જામીન પર મુક્ત

  • May 26, 2021 11:11 AM 

જામજોધપુર શહેરમાં ઉનાપાર્ક સોસાયટીમાં એક મકાનમાં બાંધકામ વચ્ચે દાની મહેફીલ જામીન હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી કાનાભાઇ ભારાભાઇ જોગાણી સહિતના વ્યક્તિઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતા.

પૂછપરછ દરમ્યાન શરાબનો જથ્થો કિશોર ભારાભાઇ જોગાણી દ્વારા મંગાવી આપવામાં આવ્‌યો હોવાનું બહાર આવેલ. આ આરોપીને પોલીસે નાસતો ફરતો જાહેર કરી તપાસ આદરી હતી.

તે દરમ્યાન આરોપી કિશોર જોગાણીએ અદાલતમાં સરન્ડર થવા અરજી કરેલ તેમની સામે પોલીસે આરોપી સામે અગાઉ પણ દાના કેસ નોંધાયેલ છે તેવી દલીલ રજૂ કરેલ અને પોલીસને આરોપીનો કબ્જો સોંપવામાં રજૂઆત કરી હતી. તેમની સામે અદાલતે આરોપીને જ્યુડી. કસ્ટડીમાં લેવા હુકમ કરેલ હતો.

ત્યારબાદ આરોપી એ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતમાં પોલીસે આરોપીને વધુ 3 દિવસ રીમાન્ડ માટે અરજી કરેલ તેમની સામે આરોપી પક્ષ તરફથી થયેલ દલીલો ગ્રાહ રાખી અદાલતે પોલીસની રીમાન્ડ અરજીના મંજુર કરી આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યો હતો. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઇ, વિશાલ જાની, પારસ મકવાણા, એચ.આર. ગોહિલ, રજનીકાન્ત નાખવા વિગેરે રોકાયેલ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)