પોરબંદરના યુવાનને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ અંતર્ગત એક લાખ રૂપિયાની રોકડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યો છે.
આધુનિક જમાનામાં સુપરફાસ્ટ બેટરી ચાર્જીંગની ખુબ જ ડિમાન્ડ છે.ઘણી ઈન્ડસ્ટ્રીસ તથા વૈજ્ઞાનિકો આ દિશામાં કાર્યરત છે કારણકે મોટી બેટરી ચાર્જ કરતા ઘણો સમય લાગે છે.તેથી દૂર સુધી કોઈ ઈલેક્ટ્રીક વાહનો તથા બીજા ઉપકરણો ચલાવવામાં અથવા વપરાશ કરવામાં અગવડતા પડે છે,તેથી ખૂબ જ જલ્દી ચાર્જ થઈ શકે એવી બેટરી ઉપર સંશોધન વિશ્વમાં આજે ચાલી રહ્યું છે.
આવામાં જ એક સંશોધન ફ્લેક્સીબલ તથા બાયોડિગ્રેડેબલ સુપરફાસ્ટ ચાર્જીંગ બેટરીનું ઈન્વેનશન થયુ છે જે મિનિટોમાં ચાર્જ થાય છે અને સાથે ખુબ જ પાતળી છે જેનો એવોર્ડ રાજ્ય સરકારે ક્લાઈમેન્ટ ચેન્જ એવોર્ડ’ માં પ્રથમ ક્રમાંકે તથા એક લાખની રોકડ પુરસ્કાર આપી સન્માનીત કર્યા. આમાં મુખ્ય સંશોધકકર્તા ડો. પ્રિયાંક ભુતિયા જણાવે છે કે, ભારતમાં લીથીયમ આયન બેટરી (સેલ) બનાવવાની એક પણ કંપની કાર્યરત નથી કારણ કે બેટરીમાં સેલ હોય છે.જેમાં મુખ્યત્વે કેથોડ અને એનોડ મટીરિયલ હોય છે.એનોડમાં ગ્રેફાઈટ મુખ્યત્વે હોય છે જે ભારતમાં બને છે પરંતુ બેટરી હૃદય કહી શકાય જેમાં મુખ્યત્વે એનર્જી્ સ્ટોર થાય છે એવું કેથોડ મટીરિયલ કે જેમાં લીથીયમનાં અલગ અલગ પ્રકાર વપરાય છે જે ચાઈનામાં મોટા પ્રમાણમાં બને છે.ઉદાહરણ તરીકે લીથીયમ આયરન ફોસ્ફેટ તથા લીથીયમ કોબાલ્ટ ઓક્સાઈડવગેરે. જે કેથોડ મટીરિયલ ચાઈનામાં બને છે ત્યાર બાદ તેનો સેલ બને છે. (એનોડ કેથોડ વચ્ચે સેપરેટર મુકી અને ઇલેક્ટ્રોલાઈટ નાખતા) જે સેલભારતમાં વેચે છે અને ભારતીય કંપનીઓ આને એક સાથે ઘણા બધા સેલને જોઈન્ટ કરી અને એક બેટરી બનાવે છે કનેક્શન આપીને પરંતુ ખરેખર આ દિશામાં ખૂબ જ આર એન્ડ ડીની પોટેન્શયલ છે યુવા વૈજ્ઞાનિકો માટે ખાસ કરીને અમે બાયોડિગ્રેડેબલ પેપર બેસ્ડ બેટરી બનાવી છે જે ખુબ જ પાતળી છે (ચલણી નોટ જેટલી) અને ઓછામાં ઓછી અમે ૬૦૦૦ વાર લેબમાં ચાર્જીંગ તથા ડીસ્ચાર્જ કરી છે,જેમાં રિઝલ્ટ સારા છે.એનો મતલબ આ બેટરી પાંચ-છ વર્ષ આયુષ્ય કહી શકાય.પેપર બેઝડ બેટરીએ સેલ્યુલોઝીક મટીરિયલ બેટરી છે જે સી-વીડમાંથી એક ખાસ પ્રકારનો સેલ્યુલોઝ મળે છે કે જેમાં ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા છે.એનો ઉપયોગ કરીને કેથોડ અને એનોડ તેમાં એમ્બેડેડ કરી એક પેપર બેટરી બનાવવામાં આવી જેમાં એલ.એફ.પી.પેપર બેટરી એનર્જી્ ડેનસીટી ૧૬.૨૩ડબ્લ્યુ.એચ/કે.જીતથા એલ.સી.ઓ.૧૫.૨૪ડબ્લ્યુ.એચ/કે.જીજે માત્ર ૨/૨સી.એમ.નાં ટુકાની ડેનસીટી છે. જેમાં તેનું કદ વધારી તો એનર્જી્ અને ચાર્જ ડેનસીટી વધે છે.
આ બેટરીના તમામ પૃથ્થકરણ થઈ ગયેલ છે અને પેટન્ટ પણ ફાઈલ કરેલ છે.આમાં પેટન્ટમાં પેટન્ટ મેળવનારગુજરાત સ્ટેટ પેટ્રોલીયમ કોર્પોરેશનસંચાલિત ગુજરાત એનર્જી્ રીસર્ચ એન્ડમેનેજમેન્ટ ઇન્સટીટટ્યુટ છે.
તથા સંશોધનનાં સહકારમાં પંડીત દીનદયાલ એનર્જી્ યુનિવર્સિટી ગાંધીનગરનો છે.આમ ભારતમાં સેલ ટેકનોલોજીડેવલોપ થાય તથા લીથીયમને આપાત કરવામાં ડ્યુટી સસ્તી થાય અને આર એન્ડ ડી આવી ઇનોવેટીવદિશામાં થાય તો આવનાર ભવિષ્યમાં ગ્રીન એનર્જી્ ખાસ કરીને બેટરી ટેકનોલોજીમાં ભારત ખુબ જ વિકાસ કરશે તેવી આશા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech