મુંબઈથી દુબઈ 2 કલાકમાં પહોંચી શકાશે, પાણી પર દોડશે સુપરફાસ્ટ બુલેટ ટ્રેન, જાણો કેટલી સ્પીડથી ટ્રેન દોડશે

  • April 03, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે ઝડપનો જમાનો છે. ગતિ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ખૂબ જ ઉત્તેજિત કરે છે. આ જ કારણ છે કે કાર હોય, બાઇક હોય કે બુલેટ ટ્રેન હોય, આની સૌથી વધુ ચર્ચા થાય છે. અહી વાત ચાલી રહી છે સુપરફાસ્ટ બુલેટ ટ્રેનની,જે પાણીની અંદર હવાની ગતિએ પણ દોડશે.વીજળીની ત્વરાથી પાણી પર સરકતી આ ટ્રેન 2 કલાકમાં મુંબઈથી દુબઈ પહોંચશે હવે મુંબઈ અને દુબઈ વચ્ચેની મુસાફરી ફક્ત 2 કલાકની થશે. જેના લીધે મુંબઈ અને દુબઈ વચ્ચે મુસાફરીનો ઘણો સમય બચાવવામાં લોકોને મદદ કરશે. જયારે આ ટ્રેન કાર્યરત થશે પછી બંને શહેરો વચ્ચેનું લગભગ 2000 કિમીનું અંતર ફક્ત 2 કલાકમાં કાપી શકાશે.


પાણીની અંદર રેલ લિંક બનાવવાની યોજના

યુએઈના રાષ્ટ્રીય સલાહકાર બ્યુરોની યોજના અનુસાર, દુબઈ અને મુંબઈ વચ્ચે પાણીની અંદર રેલ લિંક બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, જે મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 2 કલાક કરશે. એક અહેવાલ અનુસાર, હાઇ-સ્પીડ ટ્રેનની ગતિ લગભગ 600 કિલોમીટરથી 1000 કિલોમીટર પ્રતિ કલાકની હશે.


ક્રૂડ ઓઇલ, માલસામાનનું પરિવહનને સરળ બનશે

સૌથી મહત્વની વાત એ છે કે થોડા વર્ષો પહેલા, મુંબઈથી દુબઈ પાણીની અંદર ટ્રેન પ્રોજેક્ટ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી આપવામાં કોઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. એક તરફ, આ પ્રસ્તાવિત રેલ નેટવર્ક હવાઈ મુસાફરોને બીજો મુસાફરી વિકલ્પ પૂરો પાડશે અને બીજી તરફ, તે ભારત અને યુએઈ વચ્ચે ક્રૂડ ઓઇલ અને માલસામાનના સરળ પરિવહનને સરળ બનાવશે.

2030 સુધીમાં રેલ લીંક કાર્યરત કરવાની યોજના

આ પાણીની અંદર રેલ નેટવર્ક દ્વારા, મુસાફરો સમગ્ર મુસાફરી દરમિયાન પાણીની અંદરની દુનિયાનો સુખદ અનુભવ માણી શકશે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જશે તો ભવિષ્યમાં તેમાં અબજો રૂપિયાનું રોકાણ થશે. જો આ યોજનાને લીલી ઝંડી મળી જાય, તો આ રેલ લિંક 2030 સુધીમાં કાર્યરત થઈ શકે છે. હાલમાં વાટાઘાટો ચાલી રહી છે અને વધુ વિકાસ પ્રોજેક્ટ મંજૂરી અને નાણાકીય રોકાણ પર આધારિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application