રાજકોટના પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના બાળકો માટે નિ:શુલ્કના કોચિંગ કલ શરૂ કર્યા છે. જેના માટે ટ્રસ્ટ દ્વારા ૨૦૨૩થી ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ વર્ષ ૨૦૦૦થી જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ ચલાવે છે. ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે ચિંતિત બાળકોને પસંદ કરી આ બાળકોની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે ટ્રસ્ટ જહેમત ઉઠાવે છે. ધોરણ ૧૦ બાદ સાયન્સમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા ૨૦૨૩માં સુપર-૪૦ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે જેઈઈ-નીટ ક્લિયર કરી વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રવેશ મેળવવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે હેતુથી સુપર-૪૦ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ સુપર-૪૦ પ્રોજેકટ એન્ટ્રન્સ પરીક્ષા થકી ૪૦ આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના પરંતુ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓને મેરીટ બનાવીને પ્રવેશ આપવામાં આવશે. મેરીટમાં આવતા ૪૦ વિદ્યાર્થીઓ માટે ઍકેડમીક ખર્ચ સંપૂર્ણ નિ:શુલ્ક છે. ધોરણ ૧૧ અને ૧૨ બે વર્ષ માટે આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગ પરંતુ ભણવામાં હોશિયાર એવા ૪૦ બાળકોને પરીક્ષા અંતર્ગત સિલેક્ટ કરી મેરીટ બનાવીને પસંદ કરવામાં આવશે. આ બાળકોને જેઈઈ અને નીટ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આ હોશિયાર બાળકો આઈઆઈટી અને એઈમ્સમાં પ્રવેશ મેળવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરે.
ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આ બાળકોને આઈઆઈટી (એન્જિનિયરિંગ) તથા નીટ (એઈમ્સ મેડિકલ) માટે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવનાર છે. ધો. ૧૧ અને ૧૨ સાયન્સ અંતર્ગત પસંદ પામનાર ૪૦ વિદ્યાર્થીઓનો બે વર્ષનો સંપૂર્ણ એકેડમીક ખર્ચ શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ઉપાડશે.
સુપર- ૪૦ અંતર્ગત હાલ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સુપર-૪૦ એન્ટ્રન્સ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ડિસેમ્બર ૨૦૨૫ના અંતમાં લેવામાં આવશે. જે અંતર્ગત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સુપર-૪૦ પ્રોજેક્ટ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયાની સેન્ટ કર્વે સ્કુલ, ભાટીયામાં પી.આર.એસ. હાઇસ્કુલ, દ્વારકામાં સંસ્કાર વિદ્યાલય અને ભાણવડમાં એમ.વી. ઘેલાણી ક્ધયા શાળામાં આ પરીક્ષા લેવાશે.
નીચે આપેલી વેબસાઈટ પર પણ તમામ માહિતી ઉપલબ્ધ છે. ૪૦. આ વેબસાઈટ ઉપર જઈ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવા તેમજ વધુ વિગત તેમજ જાણકારી માટે વોટ્સએપ નંબર ૮૪૯૦૦૮૪૪૮૦ પર પથ મેસેજ મોકલી મેળવી શકાશે. સુપર- ૪૦ પ્રવેશ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.