અવકાશમાં સૌથી વધુ સમય રહેનારી સુનિતા પ્રથમ મહિલા

  • March 10, 2025 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લાંબા સમયથી અવકાશમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સે પોતાના નામે નવા 2 રેકોર્ડ બનાવ્યા છે. તેમની તબિયત બગડી રહી હોવા છતાં ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સે અંતરિક્ષમાં બે રેકોર્ડ બનાવ્યા છે. તે સૌથી લાંબો સમય અંતરિક્ષમાં રહેનાર પ્રથમ મહિલા બની છે. તેઓ નવ મહિનાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં છે. સુનીતા સૌથી લાંબુ સ્પેસવોક કરનાર પ્રથમ મહિલા પણ બની ગઈ છે. આ તેની ત્રીજી અવકાશ યાત્રા છે. અત્યાર સુધી તે ત્રણેય પ્રવાસમાં નવ વખત સ્પેસવોક કરી ચૂકી છે. તેણે સ્પેસવોકમાં 62 કલાક અને 6 મિનિટ વિતાવી હતી.


2006-07માં તેમની પ્રથમ અવકાશ યાત્રા દરમિયાન, સુનિતાએ 29 કલાક અને 17 મિનિટ સુધી સ્પેસવોક કર્યું હતું. મહિલા દ્વારા કરવામાં આવેલ આ સૌથી લાંબુ સ્પેસવોક હતું. આ પહેલા આ રેકોર્ડ કેથરિન થાર્નટનના નામે હતો. તેણે 21 કલાકથી વધુ સમય સુધી સ્પેસવોક કર્યું. સુનીતા એક નિવૃત્ત નેવી હેલિકોપ્ટર પાઇલટ છે, જ્યારે આઈએસએસ પર તેની સાથે અટવાયેલા બુચ વિલ્મોર ભૂતપૂર્વ ફાઇટર જેટ પાઇલટ છે. આ પહેલા પણ તે બે વખત અવકાશની યાત્રા કરી ચૂક્યા છે. સુનિતા ભારતીય મૂળની બીજી અમેરિકન અવકાશયાત્રી છે.


બૂચ અને સુનીતા નવ મહિના અવકાશમાં વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછા ફરવાના છે. આવતા સપ્તાહ સુધી બંનેને રાહ જોવી પડશે જ્યાં સુધી તેમની જગ્યાએ અન્ય અવકાશયાત્રીઓ ન આવે. તે પછી તેઓ આઈએસએસમાંથી બહાર નીકળી શકશે. તેઓ 19 અથવા 20 માર્ચે પૃથ્વી પર પરત ફરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application