નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે બે મહિનાથી વધુ સમયથી અવકાશમાં અટવાયેલી છે. તે ૫ જૂને બોઈંગ સ્ટારલાઇનરના પ્રથમ માનવ મિશનના પ્રક્ષેપણ દ્રારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી હતી તેને અહીં માત્ર આઠ દિવસ જ રહેવાનું હતું. જો કે, કેપ્સ્યુલમાં થ્રસ્ટર્સની ખામીને કારણે, તેમના પરત ફરવાનો ચોક્કસ સમય અત્યારે નક્કી નથી. તેમના પૃથ્વી પર પાછા ફરવાની ચિંતા વધી રહી છે.તે જ સમયે, તેમના વિશે જીવના મોટા જોખમનો ભય છે. ડી રિડોલ્ફી કે જેઓ ભૂતપૂર્વ યુએસ મિલિટરી સ્પેસ સિસ્ટમ્સ કમાન્ડર છે તેમને ત્રણ સંભવિત આપત્તિજનક ધ્શ્યોની પરેખા આપી છે અને જણાવ્યું છે કે જો યાત્રીઓ ખરાબ થઈ રહેલા બોઈંગ સ્ટારલાઈનર અવકાશયાન દ્રારા પાછા ફરવાનો પ્રયાસ કરે છે તો તે મૃત્યુ તરફ જઈ શકે છે.પૃથ્વી પરથી બોઈંગ સ્ટારલાઈનરનું લોન્ચિંગ સફળ રહ્યું હતું. પરંતુ યારે તે અવકાશમાં ગયું ત્યારે હિલીયમ લીક અને થ્રસ્ટરની ખરાબી જેવી સમસ્યાઓ જોવા મળી હતી. નાસા હાલમાં બોઈંગ સ્ટારલાઇનરનો ઉપયોગ કરીને સુનિતા વિલિયમ્સના પરત મિશન સાથે આગળ વધવું કે સ્પેસએકસનો ઉપયોગ કરીને બચાવ મિશન શ કરવું તે અંગે વિચારણા કરી રહ્યું છે.રીડોલ્ફીએ જણાવ્યું હતું કે સ્ટારલાઈનરના સર્વિસ મોડુલને સુરક્ષિત વળતર માટે કેપ્સ્યુલને લગભગ ૪૫ અંશના ખૂણા પર રાખવું જોઈએ, જો આમાં સહેજ પણ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ ભયાનક હોઈ શકે છે.
રિડોલ્ફીએ ચેતવણી આપી હતી કે જો કેપ્સ્યુલ યોગ્ય કોણ બનાવીને વાતાવરણમાં પ્રવેશ ન કરે તો તે પૃથ્વીના વાતાવરણમાં પુન:પ્રવેશ વખતે બળી શકે છે. અથવા અવકાશમાં પાછા ફેંકાઈ શકાય છે. તેણે પોતાના પરત આવવા અંગે ત્રણ પ્રકારના જોખમો દર્શાવ્યા છે. પ્રથમ સંભવિત ખતરો એ છે કે જો કેપ્સ્યુલ ખોટા ખૂણા પર ફરીથી પ્રવેશ કરે છે તો તે વાતાવરણમાંથી ઉછળીને અવકાશમાં પાછા આવી શકે છે. સ્ટારલાઈનર પાસે માત્ર ૯૬ કલાક ઓકિસજન અને નિષ્ફળ થ્રસ્ટર્સ હશે. ત્યારબાદ અવકાશયાત્રીઓ અવકાશમાં અટવાઈ જશે. બીજા વિકલ્પમાં જો અવકાશયાનઓછા ખૂણાથીવા તાવરણમાં ોરવેશ કરશે તો હવા સાથે વધુ પડતા ઘર્ષણથી બળી જશે. રિડોલ્ફીનું કહેવું છે કે જો કેપ્સ્યુલ ખૂબ ઓછા ખૂણા પર વાતાવરણમાં પાછી આવે તો અવકાશયાન અતિશય ઘર્ષણને કારણે બળી જશે અને અવકાશયાત્રીઓ મધ્ય હવામાં માર્યા જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech