સુનિલ ગાવસ્કરનો અંદાજ : ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં આટલા અંતરથી હરાવી શકે છે ભારત

  • June 04, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે ૪ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. ઇંગ્લેન્ડના પ્રવાસે રહેલી ટીમ ઇન્ડિયા 18 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ રમશે અને લગભગ તેના દોઢ મહિના પછી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમશે. ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝને લઈને અત્યારથી જ ભારે ચર્ચા થઈ રહી છે. તમામ દિગ્ગજ ક્રિકેટર તેના રિઝલ્ટને લઈને અંદાજ કરી રહ્યા છે અને કેટલાક ક્રિકેટ જગતના મોટા નામો તો આ બાબતનો પોતાનો અંદાજ શેર પણ કરી રહ્યા છે. 

 

 

તાજેતરમાં સુનીલ ગાવસ્કરે પણ આવું  પ્રિડીકશન કરેલું અને કહ્યું હતું કે ટીમ ઈંડિયા કેટલા અંતરથી ઇંગ્લેન્ડને હરાવશે. 

 

 

ગાવસ્કરે તાજેતરમાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેસ્ટ સીરીઝ ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલ પછી લગભગ છ સપ્તાહ બાદ શરૂ થશે. એવામાં ટીમ ઈંડિયા પર તેની ખૂબ ઓછી અથવા તો નહીંતર અસર રહેશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેચ રમાશે તો ભારત આ સિરીઝમાં 4-0 થી જીતશે. આ વર્ષની શરૂઆતમાં ભારતમાં પિચને લઈને રડતો ઇંગ્લેન્ડ લીલી પીચ આપી શકે છે અને લીલી પીચ ઉપર રમવાનું હવે ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલ નથી. ટીમ ઇન્ડિયા પાસે આક્રમક બોલેરો છે, જે તેની બોલિંગથી ઇંગલિશ બેટ્સમેન માટે મુશ્કેલ ઉભી કરી શકે છે. ટીમ ઇન્ડિયા હાલમાં સાઉથટમપનમાં પહોંચી ચૂકી છે, જ્યાં તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મેચ રમશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application