સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, પ્રતિ કિલો ફેટ પર 30 રૂપિયાનો કરાયો વધારો

  • February 21, 2023 01:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. ભાવ વધારાની વાત કરીએ તો ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


સુરતમાં આવેલી સુમુલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વાત કરીએ તો સુમુલ ડેરી દ્વારા દૂધના પ્રતિકિલો ફેટના ભાવમાં વધારો કર્યો છે. જેમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિકિલો રૂપિયા ૩૦નો વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા બાદ હવે ગાયના દૂઘના એક કિલો ફેટનો ભાવ ૭૮૦ થશે જે પહેલા ૭૫૦ રૂપિયા હતા. જ્યારે ભેંસના દૂધના ભાવની વાત કરીએ તો કિલો ફેટના ભાવ ૮૧૦ રૂપિયા થશે. હાલ તો સુમુલ ડેરીના આ નિર્ણયથી અંદાજીત ૨.૫૦ લાખ પશુ પાલકોને ફાયદો થશે. 


પશુપાલનના વ્યવસાય સતત ખર્ચાળ છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આર્થિક રીતે સહકાર અને સહયોગ મળે તે માટે સુમુલ ડેરી દ્વારા તેમના હિતમાં નિર્ણય લઈને ગાય અને ભેંસ બંનેના દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે સુમુલ ડેરીના નિર્ણય બાદ ગાયના પ્રતિકિલો ફેટનો ભાવ ૭૮૦ પહોચ્યો છે જ્યારે ભેંસના દૂધનો ભાવ ૮૧૦ પહોચી ગયો છે. આમ થવાથી હવે પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application