ગાંધીનગર : ગુજરાતમાં મે મહિનાની શઆત સાથે જ સૂર્યદેવ આકરા મિજાજમાં છે. રાયના સરેરાશ જળસંગ્રહના આંકડા ભલે રાહત આપનારા હોય, પરંતુ ભૌગોલિક દ્રષ્ટ્રિએ જોતા સૌરાષ્ટ્ર્ર અને કચ્છ પ્રદેશમાં ઉનાળાના અંતિમ તબક્કે પાણીની કિલ્લત સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાયના અન્ય ભાગોની સરખામણીએ આ બંને વિસ્તારોમાં જળસ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યું છે.
રાયમાં સૌથી ઓછો જળસંગ્રહ કચ્છ જિલ્લાના જળાશયોમાં નોંધાયો છે. હાલમાં કચ્છમાં માત્ર ૩૬.૯૦ ટકા પાણી ઉપલબ્ધ છે. રણપ્રદેશ અને ભૌગોલિક વિષમતા ધરાવતા આ વિસ્તારમાં બાષ્પીભવનનો દર પણ ઐંચો રહેતો હોવાથી આગામી બે મહિના પીવાના પાણીનું વ્યવસ્થાપન કરવું વહીવટી તત્રં માટે પડકારજનક બની રહેશે. જો નર્મદા કેનાલ દ્રારા પૂરતો પુરવઠો જાળવી રાખવામાં નહીં આવે, તો અંતરિયાળ ગામડાઓમાં ટેન્કર દ્રારા પાણી પહોંચાડવાની નોબત આવી શકે છે.
સૌરાષ્ટ્ર્રની સ્થિતિ પણ બહત્પ આશાસ્પદ નથી. અહીંના જળાશયોમાં સરેરાશ ૪૪.૦૬ ટકા જળજથ્થો બચ્યો છે. રાજકોટ, જામનગર, અને જૂનાગઢ જેવા મુખ્ય શહેરોમાં હાલમાં નિયમિત પાણી પુરવઠો મળી રહ્યો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે પાણીની અછત વર્તાવવાની શ થઈ ગઈ છે. ગત વર્ષે પાછોતરો વરસાદ સારો હોવા છતાં, ઉનાળાની આકરી ગરમીને કારણે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે.
સ્થાનિક લોકો હવે વહેલા ચોમાસાની આશા રાખી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું સમયસર બેસવાની શકયતા છે, પરંતુ જૂન અતં સુધી પાણીનો જથ્થો ટકાવી રાખવો અનિવાર્ય છે. વહીવટી તત્રં દ્રારા નાગરિકોને પાણીનો કરકસરભર્યેા ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર્ર અને કચ્છમાં નર્મદાના નીર પર નિર્ભરતા વધી છે. સ્થાનિક જળાશયોમાં પાણી ઘટતા હવે 'સરદાર સરોવર' જ આ વિસ્તારોની તરસ છિપાવવા માટે મુખ્ય ક્રોત બની રહેશે. – જળસંપત્તિ વિભાગના સૂત્રો આમ, ભલે રાય સ્તરે ૬૦ ટકા પાણી હોય, પણ સૌરાષ્ટ્ર્ર–કચ્છ માટે આગામી ૬૦ દિવસ 'અિપરીક્ષા' સમાન સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application