ગુજરાત સહિત દેશના મોટાભાગના રાયોમાં ઠંડીનું પ્રમાણ સમ ખાવા પૂરતું રહ્યું છે અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાય છે પરંતુ સૂર્યેાદય થતા ની સાથે જ ઉનાળા જેવી ગરમી અને સૂર્ય પ્રકાશિત વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે. મોડી સાંજથી સવાર સુધી પણ ઠંડીનું પ્રમાણ નહીવત હોવાના કારણે પંખા –એસી ચાલુ થઈ ગયા છે.
રાયભરમાં ગરમી વધી ગઈ છે. અમરેલીમાં મહત્તમ તાપમાન ૩૧.૨ પોરબંદરમાં ૩૧.૮ રાજકોટમાં ૩૨.૧ વેરાવળમાં ૩૧.૪ દીવ માં ૩૨.૫ સુરેન્દ્રનગરમાં ૩૧.૮ મહત્પવામાં ૩૨.૮ કેશોદમાં ૩૧.૨ ડીસામાં ૩૧.૪ વડોદરામાં ૩૦.૮ સુરતમાં ૩૩.૯ દમણમાં ૩૨.૫ ભુજમાં ૩૦.૯ નલિયામાં ૩૨ કંડલામાં ૩૦.૪ ડાંગમાં ૩૫.૧ અને જામનગરમાં ૩૦.૫ ડિગ્રી નોંધાયું છે.
ભુજ નલિયા દ્રારકા પોરબંદર રાજકોટ વેરાવળ અમદાવાદ ડીસા ગાંધીનગર સહિત રાયના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન પણ આજે ઉચકાયું છે. અમરેલી ભાવનગર સુરત વડોદરા માં લઘુતમ તાપમાન સામાન્ય નીચે ઉતયુ તે પરંતુ તેની કોઈ અસર ઠંડીના સ્વપમાં જોવા મળી નથી અને સવારથી જ ગરમી શ થઈ ગઈ છે. આજે નલિયામાં ચાર ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં ૧૩.૬ ભાવનગરમાં ૧૫.૪ દ્રારકામાં ૧૯.૧ ઓખામાં ૨૦.૬ પોરબંદરમાં ૧૭.૧ રાજકોટમાં ૧૩.૪ વેરાવળમાં ૧૮.૪ ભુજમાં ૧૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૧૬.૧ ડીસામાં ૧૨.૬ ગાંધીનગરમાં ૧૪.૮ વડોદરામાં ૧૫.૬ અને સુરતમાં ૧૭.૩ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
વેસ્ટર્ન હિમાલયન રિજીયનમાં આજે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે અને તેના કારણે આ વિસ્તારમાં વરસાદ માટે અને હિમ વર્ષા માટે આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે સાયકલોનિક સકર્યુલેશનના પ્રભાવ હેઠળ આસામ અને અણાચલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશના અન્ય મોટાભાગના રાયોમાં ગરમીનું પ્રમાણ આગામી દિવસોમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું વધશે તેવી ચેતવણી પણ હવામાન વિભાગે આપી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech