જામનગર શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગા કેમ્પનું સફળતા પૂર્વક સમાપન

  • June 05, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જુદા જુદા પાંચ સ્થળે યોજાયેલા યોગ સમર કેમ્પમાં કુલ ૫૩૮ બાળકોએ ભાગ લઈ યોગ કર્યા

જામનગર જિલ્લામાં સમર યોગ કેમ્પનું આયોજન સફળતા પૂર્વક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં આયોજન થી કરવામા આવ્યુ હતું, જેમાં ૯ થી ૧૫ વર્ષનાં ૫૩૮ બાળકોએ ૨૧.૦૫.૨૦૨૩ થી ૩૦.૦૫.૨૦૨૩ સુધી ૧૦ દીવસ ની તાલીમ મેળવી ને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
જેનાં સમાપન સમારોહ અંતર્ગત બાળકોને યોગા પુસ્તક તથા કેપ, કાર્યક્ર્મ માં ઉપસ્થિત મુખ્ય મહેમાન મેયર શ્રી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન શ્રી મનીષભાઈ કટારીયા, રમતગમત સાંસ્કૃતિક વિભાગ યુવા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ પરમાર ના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.
જેમાં જામનગર જીલ્લાના તમામ યોગ કોચ, તમામ યોગ ટ્રેનર, યોગ સાધકો, યોગ સમર કેમ્પનાં બાળકો સાથે તેમના માતા પિતા અને જામનગરની યોગ ટીમેં સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો.
તારીખ: ૩૦/૦૫/૨૦૨૩ નાં રોજ સાંજે ૫.૦૦.થી ૮.૦૦ દરમિયાન રણમલ તળાવ, એમ્ફિ થિયેટર ખાતે જામનગર જિલ્લાના પાંચેય સમર કેમ્પના બાળકોને એક સાથે રાખીને સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ બાળકો એ અલગ પર્ફોન્સ, અલગ અલગ યોગના આસનો , અને સાથે સાથે બાળકોએ સારી સારી સ્પીચ પણ આપી હતી.  છેલ્લે ગુજરાતી હોય ત્યાં ગરબા તો હોય જ ને, જેમાં યોગ ગરબા માં તમામ યોગ કોચ, યોગ ટ્રેનર, બાળકો તથા વાલીઓએ સાથે યોગ ગરબા કર્યા હતા.
ત્યારબાદ બાળકોને હળવો નાસ્તો તથા ફ્રૂટ જ્યુસ અને સંચાલકો તરફથી ગિફ્ટ  અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર  જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર  હર્ષિતા  મહેતાની  આગેવાની માં કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application